HomeAhmedabadઅમદાવાદમાં રસ્તા પર ઘાસ વેચનારાઓ ચેતજો-થશે કાર્યવાહી

અમદાવાદમાં રસ્તા પર ઘાસ વેચનારાઓ ચેતજો-થશે કાર્યવાહી

હાઇકોર્ટના કડક વલણ બાદ રસ્તે રખડતાં ઢોર મામલે અમદાવાદ તંત્ર સજાગ થયું છે ત્યારે પોલીસ પણ હવે વધુ એક વખત એક્શન મોડ પર આવી ગઈ છે. મિશન સેફ સિટી અંતર્ગત પોલીસે જાહેરમાં ઘાસચારો વેચનારા લોકો વિરુદ્ધમાં જાહેરનામા ભંગના ગુના દાખલ કરવાનું શરૂ કર્યું છે. ઇસનપુર પોલીસે આજે ત્રણ અલગ અલગ જગ્યા પર ઘાસચારો વેચનારા લોકોની ધરપકડ કરીને અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગત વર્ષે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરમાં ઘાસચારો નહીં વેચવા મામલે જાહેરનામું બહાર પાડ્યું હતું. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments