HomeSportsAustralia U-19 Tour: વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર, સેહવાગ-દ્રવિડના પુત્રોને મોકો, રાજકોટ-અમદાવાદમાં...

Australia U-19 Tour: વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર, સેહવાગ-દ્રવિડના પુત્રોને મોકો, રાજકોટ-અમદાવાદમાં રમાશે મેચો

Australia U-19 Tour: BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની આગામી ઘરેલું સિરીઝ માટે ભારતની 15 સભ્યોની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. જોકે, શાનદાર પ્રદર્શન કરનાર અને સિનિયર ટીમ માટે ડેબ્યૂ કરી ચૂકેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

Australia U-19 Tour

Australia U-19 Tour: વૈભવ સૂર્યવંશીને કેમ નથી મળ્યું સ્થાન?

BCCIના 2016ના નિયમ મુજબ, કોઈ પણ ખેલાડી પાત્ર હોવા છતાં એકથી વધુ અંડર-19 વર્લ્ડ કપ રમી શકતો નથી. અગાઉ આ જ નિયમને કારણે વોશિંગ્ટન સુંદર પણ 2018નો અંડર-19 વર્લ્ડ કપ રમી શક્યા ન હતા. વૈભવ સૂર્યવંશી 2026નો અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યા હોવાથી, નિયમો અનુસાર તેઓ અન્ય કોઈ એડિશનમાં ભાગ લઈ શકશે નહીં અને આ જ કારણસર તેમને અંડર-19 ટીમની યોજનાઓમાં સામેલ કરવામાં આવ્યા નથી.

Australia U-19 Tour

Australia U-19 Tour: રાજકોટ અને અમદાવાદમાં રમાશે મેચો

જુનિયર મેન્સ સિલેક્શન કમિટી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઓસ્ટ્રેલિયા સામે રાજકોટમાં 50 ઓવરની ત્રણ મેચો 18, 21 અને 23 સપ્ટેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ રેડ-બોલ મલ્ટી-ડે મેચો યોજાશે, જેમાં પ્રથમ મેચ 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટમાં અને બીજી મેચ 5 થી 8 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ પર રમાશે.

Australia U-19 Tour: ટીમની રચના અને કપ્તાની

  • 50 ઓવરની વનડે ટીમ: આ ટીમની કેપ્ટનશિપ ઉત્તરાખંડના બેટર લક્ષ્ય રાયચંદાણી સંભાળશે, જ્યારે મધ્ય પ્રદેશના બેટર યશવર્ધન ચૌહાણ વાઇસ કેપ્ટન રહેશે. લેગ-સ્પિન ઓલરાઉન્ડર આર્યવીર સેહવાગ અને વિકેટકીપર-બેટર અન્વય દ્રવિડને આ 15 સભ્યોની વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
  • મલ્ટી-ડે (રેડ-બોલ) ટીમ: આ ફોર્મેટ માટે યશવર્ધન ચૌહાણ કેપ્ટન અને લક્ષ્ય રાયચંદાણી વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. જોકે, આર્યવીર અને અન્વયને મલ્ટી-ડે ટીમમાં સ્થાન મળ્યું નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સ્માર્ટફોન ખરીદીમાં AIનો દબદબો, ૮૨% ગ્રાહકોની પસંદ હવે AI આધારિત ફોન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments