HomeVideshImran Khan’s Sons' Explosive Interview: લોર્ડ્સ ટેસ્ટમાં મોટો વિવાદ, ઇમરાન ખાનના પુત્રોના...

Imran Khan’s Sons’ Explosive Interview: લોર્ડ્સ ટેસ્ટમાં મોટો વિવાદ, ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂથી પીસીબી ડર્યું, મેચ રોકવાની આપી હતી ધમકી

Imran Khan’s Sons’ Explosive Interview: પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે મોટો રાજકીય અને ખેલ વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મેચના સત્તાવાર બ્રોડકાસ્ટર ‘સ્કાય સ્પોર્ટ્સ’ને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્રોનો ઇન્ટરવ્યૂ પ્રસારિત ન કરવા માટે સખત દબાણ કર્યું હતું. પીસીબીએ ધમકી આપી હતી કે જો આ ઇન્ટરવ્યૂ પ્રસારિત થશે તો પાકિસ્તાની ટીમ મેદાન પર નહીં ઉતરે અને મેચમાંથી વોકઆઉટ કરશે.

જોકે, પીસીબીના વિરોધ અને ધમકીઓની પરવા કર્યા વગર બ્રોડકાસ્ટર ‘સ્કાય સ્પોર્ટ્સ’ દ્વારા નિર્ધારિત સમયે 18 મિનિટનો આ વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ ઓન-એર કરવામાં આવ્યો હતો. લંચ બ્રેક પછી પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર પરત ફરવાને લઈને પણ થોડો સમય અનિશ્ચિતતા રહી હતી, પરંતુ બાદમાં રમત રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી.

Imran Khan’s Sons' Explosive Interview

Imran Khan’s Sons’ Explosive Interview: ઇન્ટરવ્યૂમાં શું ખાસ હતું?

ઇમરાન ખાનના પુત્રો સુલેમાન અને કાસિમ ખાનનો આ ઇન્ટરਵ્યૂ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ એથરટને લીધો હતો. ઉલ્લેખનીય છે કે, માઇકલ એથરટન સહિત દુનિયાભરના 21 પૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ ઇમરાન ખાનના બગડતા સ્વાસ્થ્ય અને જેલની સ્થિતિ અંગે પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન કાસિમ ખાને તેમના પિતાની સુરક્ષાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ શું કરી રહ્યા છે તે સ્પષ્ટ નથી. તેઓ ત્યાં ખુલ્લેઆમ તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમને વધુમાં વધુ સમય સુધી અંદર રાખવા અને ચૂપ કરાવવા માગે છે.”

Imran Khan’s Sons’ Explosive Interview: ઓગસ્ટ 2023થી જેલમાં છે ઇમરાન ખાન

દેશના 73 વર્ષીય પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. તેમની ધરપકડ સૌપ્રથમ તોશાખાના કેસમાં 3 વર્ષની સજા ફટકાર્યા બાદ થઈ હતી. ત્યારબાદ તેમની સામે સિફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિતના અનેક કેસો નોંધાયા હતા. જોકે, કેટલાક કેસોમાં તેમને અદાલતમાંથી રાહત મળી ચૂકી છે, પરંતુ અન્ય કેસો હજુ ચાલુ હોવાને કારણે તેઓ અદિયાલા જેલમાં જ છે.

ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTIનો આરોપ છે કે 2022માં સત્તા પરથી હટ્યા બાદ રાજકીય બદલાની ભાવનાથી તેમની સામે આ કેસો કરવામાં આવ્યા છે, જેથી તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખી શકાય. જ્યારે પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ તમામ આરોપોને નકારીને કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી થઈ રહી હોવાનું રટણ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતના શિક્ષકની અનોખી સેવા: સગી બહેન નથી, છતાં 3000થી વધુ બહેનોના બન્યા ‘ભાઈ’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments