GTvsLSG : આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે દમદાર મુકાબલો, જાણો પીચ રીપોર્ટ શું કહે છે ?  

0
5238
GTvsLSG
GTvsLSG

GTvsLSG :  IPL 2024 ની 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. લખનૌ સતત બે મેચ જીત્યા બાદ જીતના માર્ગે સવાર છે. જયારે નવા કેપ્ટન શુભમન ગીલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે જેમાં તેણે 2માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.

GTvsLSG

GTvsLSG : IPL 2024 ની 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ 7 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 7.30 વાગ્યાથી લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. લખનૌની આ સિઝનની શરૂઆત ખરાબ રહી હતી. રાજસ્થાને લખનૌને 20 રને હરાવ્યું હતું. જો કે, તેઓ સતત બે મેચ જીત્યા બાદ જીતના માર્ગ પર પરત ફરી ગઈ છે.

GTvsLSG

GTvsLSG : બીજી તરફ નવા કેપ્ટન શુભમન ગીલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાં તેણે 2માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ તેની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે હારી છે. આવી સ્થિતિમાં ગુજરાત લખનૌ સામે કોઈપણ ભોગે જીત નોંધાવવા ઈચ્છશે.

GTvsLSG : જાણો લખનૌની પિચનો રીપોર્ટ

GTvsLSG

એકાના સ્ટેડિયમની પિચ પર બોલરોનું વર્ચસ્વ છે. અહીં બે પ્રકારની પિચ છે, એક કાળી માટીની અને બીજી લાલ માટીની. કાળી માટીની પીચ પર સ્પિનરો પોતાની સ્પિનથી બેટ્સમેનોને ડાન્સ કરાવતા જોવા મળે છે.  જયારે  લાલ માટીની પીચ પર સારો બાઉન્સ જોવા મળે છે, જે બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થાય છે.આવી સ્થિતિમાં લખનૌ અને ગુજરાત વચ્ચેની મેચ કઈ પીચ પર રમાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.   

GTvsLSG : ડેટા શું કહે છે

GTvsLSG

આ મેદાન પર અત્યાર સુધીમાં 8 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 5 મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમ ત્રણ વખત જીતી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 151 રહ્યો છે. અહીં બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 126 રહ્યો છે. જો કે, લખનૌએ પંજાબ સામે 199 રન બનાવ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.