HomeEntertainmentFrom Sisters to Close Friends: સલમાન ખાનનું ખાસ રક્ષાબંધન સેલિબ્રેશન, રાખડીઓથી સજેલો...

From Sisters to Close Friends: સલમાન ખાનનું ખાસ રક્ષાબંધન સેલિબ્રેશન, રાખડીઓથી સજેલો હાથ કર્યો ફ્લોન્ટ, સગી બહેનો ઉપરાંત બીના કાક પણ બાંધે છે રાખડી

From Sisters to Close Friends: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. સલમાને સોશિયલ મીડિયા પર પોતાની રાખડીઓથી સજેલા કાંડાની એક ઝલક શેર કરી છે, જેમાં તેમના કાંડા પર અનેક રાખડીઓ બાંધેલી નજરે પડી રહી છે. જોકે, આ રાખડીઓ કોણે-કોણે બાંધી છે અથવા તે અંગે એક્ટરે કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી, પરંતુ આ તસવીરે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

From Sisters to Close Friends

From Sisters to Close Friends: પરિવાર સાથે ખાસ બોન્ડ અને બીના કાકનો સંબંધ

 સલમાન ખાનનો પરિવાર સાથેનો લગાવ જગજાહેર છે અને ખાન પરિવારમાં રક્ષાબંધનની ઉજવણી હંમેશાં ખાસ રહે છે. ગત વર્ષે પણ અર્પિતા ખાન અને અલવીરા અગ્નિહોત્રીએ તેમને રાખડી બાંધી હતી.

સલમાનનો રાખડીનો સંબંધ માત્ર સગી બહેનો પૂરતો સીમિત નથી, પરંતુ પ્રખ્યાત એક્ટ્રેસ બીના કાક સાથે પણ તેમનો ગાઢ સંબંધ છે. બીના કાક અગાઉ અનેક પ્રસંગોએ સલમાનને પોતાનો રાખડી ભાઈ ગણાવી ચૂકી છે. બંનેએ ‘મૈને પ્યાર ક્યોં કિયા?’, ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેઓ દર વર્ષે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપતા રહે છે.

From Sisters to Close Friends: ફેન્સ માટે ખાસ ઝલક

 સલમાન સામાન્ય રીતે પોતાની અંગત પળોને સોશિયલ મીડિયા પર વિગતવાર શેર કરતા નથી, પરંતુ કાંડા પર સજેલી આ રાખડીઓની નાનકડી ઝલક તેમના પરિવાર અને નજીકના સંબંધોની સુંદર ઝાંખી કરાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

કમાણીની મોટી તક, જિયો પ્લેટફોર્મ્સના IPOને સેબીની મંજૂરી, ₹37,700 કરોડ એકત્ર કરવાની યોજના

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments