HomeGujaratEnvironment Day Special: PM મોદીના આગમન પહેલાં સુરત પર્યાવરણના રંગે રંગાયું, CMનો...

Environment Day Special: PM મોદીના આગમન પહેલાં સુરત પર્યાવરણના રંગે રંગાયું, CMનો કાફલો માત્ર ૨ કારનો, હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી યોજી સભાસ્થળે પહોંચશે

Environment Day Special: વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે, વડાપ્રધાનના આગમન પહેલાં જ તેમનો ‘ગ્રીન અને ક્લીન એનર્જી’નો સંદેશો સુરતમાં ગૂંજતો થઈ ગયો છે. પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી માત્ર ૨ કારના કાફલા સાથે સુરત પહોંચ્યા છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્યોગકારો અને અધિકારીઓ સાથે સાયકલ રેલી કાઢીને સભાસ્થળે પહોંચશે.

Environment Day Special

Environment Day Special: પીએમ મોદીનું મિનિટ-ટુ-મિનિટ શેડ્યૂલ

  • બપોરે ૨:૦૦ વાગ્યે: વડાપ્રધાન સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે.
  • બપોરે ૨:૩૦ વાગ્યે: હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત લેશે, જ્યાં ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.
  • સાંજે ૪:૧૫ વાગ્યે: સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મુખ્ય જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.
  • સાંજે ૬:૧૫ વાગ્યે: સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં રૂ. ૩૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Environment Day Special: દક્ષિણ ગુજરાતને રૂ. ૧૮,૭૭૮ કરોડના વિકાસકાર્યોની મહાભેટ

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે. તેઓ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના ૭ જિલ્લાઓને અંદાજીત રૂ. ૧૮,૭૭૮ કરોડના કુલ ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં:

  • રૂ. ૧૩,૯૨૬ કરોડના કાર્યોનું લોકાર્પણ (ઉદ્ઘાટન) કરવામાં આવશે.
  • રૂ. ૪,૮૫૨ કરોડના વિવિધ ૫ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Environment Day Special: હર્ષ સંઘવીની આગેવાનીમાં ૨૦૦૦થી વધુ લોકોની સાયકલ યાત્રા

પેટ્રોલ-ડીઝલ બચાવવા અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક ભવ્ય સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી નીકળેલી આ યાત્રામાં સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો, સુરત પોલીસ, કલેક્ટર કચેરી તેમજ મહાનગરપાલિકા (MMC)ના ઉચ્ચ અધિકારીઓ સહિત ૨૦૦૦થી વધુ લોકો સાયકલ ચલાવીને સભા સ્થળે પહોંચશે.

05 06 2026 comp 11 1780652261 1 1

Environment Day Special: સુરક્ષા પણ ‘ગ્રીન’: પોલીસનું ઈ-બાઈક અને સાયકલ પર પેટ્રોલિંગ

વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. સુરક્ષા વ્યવસ્થાને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે પોલીસ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મુખ્ય કાર્યક્રમ સ્થળ ઇન્ડોર સ્ટેડિયમની આસપાસ તેમજ શહેરના અન્ય વ્યસ્ત માર્ગો પર પોલીસ જવાનો ઈ-બાઈક (E-Bike) અને સાયકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાંકડી ગલીઓ કે ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પણ ઝડપથી મૂવમેન્ટ કરી શકતી આ ઈ-બાઈક સેવાના કારણે સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બની છે અને પોલીસ કાફલો પળપળની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 મોંઘવારીના ડામ વચ્ચે વાલીઓને મોટી રાહત, ગુજરાતમાં સરકારી પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments