HomeSuratMidnight Affair Turns Ugly: સુરતમાં પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડ્યો: પત્નીએ રસ્તા...

Midnight Affair Turns Ugly: સુરતમાં પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડ્યો: પત્નીએ રસ્તા પર જ ચંપલથી ફટકાર્યો, યુવતીના વાળ ખેંચી માર માર્યો; વીડિયો વાઇરલ

Midnight Affair Turns Ugly: સુરતમાં પતિ-પત્ની અને પ્રેમિકાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધરાતે પ્રેમિકાને બાઇક પર બેસાડીને લોંગ ડ્રાઇવ પર નીકળેલા પતિને પત્ની અને સાસરી પક્ષના સભ્યોએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. કતારગામ GIDC ચાર રસ્તા પાસે કાર આડી નાખીને બાઇક રોકવામાં આવી હતી. ત્યારબાદ રસ્તા વચ્ચે જ પત્નીએ પતિને ચંપલથી ફટકાર્યો હતો, જ્યારે તેની સાથે આવેલી મહિલાઓએ કથિત પ્રેમિકાના વાળ પકડીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

Midnight Affair Turns Ugly: મધરાતે પ્રેમિકા સાથે નીકળેલો પતિ, પત્નીએ કર્યો પીછો

1002379029 1793591811

મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવક વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. આ જ કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હોવાની વિગતો સામે આવી છે.

પતિની હરકતોને લઈને પત્નીને ઘણા સમયથી શંકા હતી. 1 નવેમ્બરની મધરાતે આશરે પોણા ત્રણ વાગ્યે પતિ યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. આ દરમિયાન પત્ની, સાસુ અને સાળી સહિતના પરિવારજનો કારમાં તેનો પીછો કરવા લાગ્યા હતા.

Midnight Affair Turns Ugly: કતારગામ ચાર રસ્તા પાસે કાર આડી નાખી બાઇક રોકી

પતિની બાઇક કતારગામ GIDC ચાર રસ્તા પાસે પહોંચતાં જ પરિવારજનોએ કાર આડી નાખીને તેને રોકી લીધો હતો. બાઇક પર પતિ સાથે બીજી યુવતીને જોઈ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ત્યારબાદ રસ્તા પર જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.

જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. પત્નીએ પતિને ચંપલથી માર માર્યો હતો. બીજી તરફ, પરિવારના અન્ય સભ્યોએ દંડા વડે પણ યુવકને ફટકાર્યો હતો. આ દરમિયાન બાઇક પર બેઠેલી યુવતીને પણ નીચે ઉતારી તેના વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો.

Midnight Affair Turns Ugly: રસ્તા પર હાઇવોલ્ટેજ ડ્રામા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

મધરાતના સમયે જાહેર રસ્તા પર થયેલા આ હોબાળાને કારણે આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા. પરિવારના સભ્યો દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો પણ મોબાઇલમાં ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Midnight Affair Turns Ugly: કતારગામ પોલીસ મથકે પહોંચી મામલો, યુવતીએ નોંધાવી NC ફરિયાદ

e27e85e6 fb12 48c2 b824 123d1d4f210f

ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ મથકે પહોંચ્યા બાદ મારપીટનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીએ પતિની પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ જાહેરમાં માર મારવા બદલ નોન-કોગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં દિવાળી જેવો માહોલ: સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો ઉછાળો, રિલાયન્સનો શેર 6.70% વધ્યો; માર્કેટ કેપ ₹16.77 લાખ કરોડે પહોંચ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments