HomeLICPay Premium for 5 Years: LICની જીવન ઉત્સવ પોલિસી: માત્ર 5 વર્ષ...

Pay Premium for 5 Years: LICની જીવન ઉત્સવ પોલિસી: માત્ર 5 વર્ષ પ્રીમિયમ ભરો અને જીવનભર મેળવો આવક

Pay Premium for 5 Years: નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવવા માંગતા લોકો માટે LICની જીવન ઉત્સવ પોલિસી એક વિકલ્પ છે. આ યોજનામાં પોલિસીધારકોને નિર્ધારિત સમયગાળા સુધી પ્રીમિયમ ભર્યા બાદ જીવનભર નિયમિત આવક મેળવવાનો વિકલ્પ આપવામાં આવે છે.

Pay Premium for 5 Years: 5થી 16 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનો વિકલ્પ

Pay Premium for 5 Years

આ એક નોન-લિંક્ડ અને નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત જીવન વીમા યોજના છે, એટલે તેના લાભ શેરબજારના ઉતાર-ચઢાવ સાથે જોડાયેલા નથી. આ યોજનામાં 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાના વિકલ્પો ઉપલબ્ધ છે અને ન્યૂનતમ બેઝિક સમ અશ્યોર્ડ ₹5 લાખ છે. ઉદાહરણ તરીકે, 30 વર્ષની વ્યક્તિ ₹5 લાખના સમ અશ્યોર્ડ માટે પાંચ વર્ષનો પ્રીમિયમ વિકલ્પ પસંદ કરે તો વાર્ષિક પ્રીમિયમ ₹1,10,150 થઈ શકે છે.

Pay Premium for 5 Years: દર વર્ષે મળશે સમ અશ્યોર્ડના 10 ટકા આવક

આ પોલિસીના રેગ્યુલર ઇન્કમ બેનિફિટ વિકલ્પ હેઠળ બેઝિક સમ અશ્યોર્ડના 10 ટકા જેટલી વાર્ષિક આવક મળે છે. એટલે ₹5 લાખના સમ અશ્યોર્ડ પર વાર્ષિક ₹50 હજારની આવકનો લાભ મળી શકે છે. પાંચ વર્ષનો પ્રીમિયમ વિકલ્પ પસંદ કરનારને પોલિસીના 11મા વર્ષથી આવક શરૂ થવાની જોગવાઈ છે.

Pay Premium for 5 Years: ગેરેન્ટેડ એડિશનનો પણ મળશે લાભ

આ ઉપરાંત પ્રીમિયમ ભરવાના સમયગાળા દરમિયાન નિયમો અનુસાર ગેરેન્ટેડ એડિશન્સ પણ ઉમેરાય છે. દરેક પાત્ર વર્ષ માટે બેઝિક સમ અશ્યોર્ડના દર ₹1,000 પર ₹40નો વધારો આપવામાં આવે છે. ફ્લેક્સી ઇન્કમ વિકલ્પમાં બાકી રાખવામાં આવેલી આવક પર વાર્ષિક 5.5 ટકાના દરે વ્યાજ મળવાની જોગવાઈ પણ છે.

Pay Premium for 5 Years:લાઇફ કવર સાથે લોનની સુવિધા

Pay Premium for 5 Years

પોલિસીમાં ડેથ બેનિફિટ, સર્વાઇવલ બેનિફિટ અને અન્ય નિર્ધારિત લાભોનો સમાવેશ થાય છે. જરૂરિયાતના સમયે પોલિસી સામે લોન મેળવવાની સુવિધા પણ નિયમો અને શરતોને આધીન ઉપલબ્ધ છે. જોકે, પોલિસી લેતા પહેલાં પ્રીમિયમ, આવક શરૂ થવાની તારીખ, સરન્ડર વેલ્યૂ, લોનની શરતો અને વાસ્તવિક લાભોની ગણતરી LICના અધિકૃત બ્રોશર અથવા એજન્ટ પાસેથી ચકાસવી જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં નકલી સાયબર ફોરેન્સિક એક્સપર્ટ બની 1.29 કરોડની ઠગાઈ, બ્રાઉન BMW પર લગાવ્યું સરકારી બોર્ડ, ભારત સરકારના રાજચિહ્નવાળું બનાવટી ID બનાવી વેપારીને ફસાવ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments