Stock Market Update: સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, ૫ જૂનના રોજ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા હતા. આજના કારોબારમાં ખાસ કરીને મેટલ અને આઈટી (IT) સેક્ટરના શેરોમાં સૌથી વધુ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
આજના બજારની મુખ્ય સ્થિતિ:
- સેન્સેક્સ: ૧૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૨૪૩ ના સ્તરે બંધ થયો.
- નિફ્ટી: ૫૦ પોઈન્ટ તૂટીને ૨૩,૩૬૬ ની સપાટી પર બંધ રહ્યો.

Stock Market Update: સેબીની કાર્યવાહી બાદ રાજેશ એક્સપોર્ટનો શેર સતત બીજા દિવસે ૫% તૂટ્યો
બજારમાં આજે સૌથી મોટી હલચલ ‘રાજેશ એક્સપોર્ટ’ના શેરમાં જોવા મળી હતી. સેબી (SEBI) દ્વારા નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે આ શેરમાં ૫% ની લોઅર સર્કિટ લાગી હતી અને તે ઘટીને ₹૯૮.૭૩ પર આવી ગયો છે. છેલ્લા ૬ મહિનામાં આ શેરમાં લગભગ ૫૦% નો મોટો કડાકો બોલાઈ ચૂક્યો છે.
શું છે મામલો?
સેબીના જણાવ્યા અનુસાર, રાજેશ એક્સપોર્ટની આવકનો ૯૭% થી ૯૯% હિસ્સો વિદેશમાં આવેલી સબ્સિડિયરી કંપની ‘વાલકેમ્બી એસએ’ (Valcambi SA) માંથી આવે છે. કંપનીએ આ વિદેશી ફર્મના ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ વિગતો રજૂ કરી ન હતી. આ વિગતો છુપાવીને કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન આવકના આંકડાઓમાં અંદાજે ₹૧૫.૧૫ લાખ કરોડની મોટી ગડબડ કરી હોવાનો સેબીનો આરોપ છે.

Stock Market Update: વૈશ્વિક બજારોની સ્થિતિ: એશિયામાં ઘટાડો, અમેરિકામાં મિશ્ર પ્રતિસાદ
આજે એશિયન બજારોમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જ્યારે ગઈકાલે અમેરિકી બજારોમાં તેજીનો માહોલ હતો.
અમેરિકી બજાર (ગઈકાલનો બંધ)
- ડાઉ જોન્સ: ૮૭૫ પોઈન્ટ (+૧.૭૩%) ના મોટા ઉછાળા સાથે ૫૧,૫૬૨ પર બંધ.
- નાસ્ડેક: ૨૩ પોઈન્ટ (-૦.૦૯%) ના નજીવા ઘટાડા સાથે ૨૬,૮૩૧ પર બંધ.
- S&P 500: ૩૧ પોઈન્ટ (+૦.૪૧%) વધીને ૭,૫૮૪ પર બંધ.
Stock Market Update: વિદેશી રોકાણકારો (FII) ની ચોખ્ખી વેચવાલી યથાવત
ભારતીય શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) બજારને ટેકો આપી રહ્યા છે.
રોકાણકારોના આંકડા (કરોડ રૂપિયામાં):
| કેટેગરી | લેટેસ્ટ (૧ દિવસ) | છેલ્લા ૭ દિવસ | છેલ્લા ૩૦ દિવસ |
| DII (સ્થાનિક રોકાણકારો) | +૪,૩૬૦ | +૨૪,૮૦૦ | +૯૩,૨૬૫ |
| FII/FPI (વિદેશી રોકાણકારો) | -૪,૪૪૭ | -૨૨,૩૩૮ | -૭૧,૬૮૧ |
(નોંધ: પ્લસ (+) ચિહ્ન ખરીદી અને માઈનસ (-) ચિહ્ન વેચવાલી દર્શાવે છે)
ગુરુવાર, ૪ જૂનના રોજ બજાર ફ્લેટ રહ્યું હતું, જેમાં સેન્સેક્સ માત્ર ૧૪ પોઈન્ટ વધીને ૭૪,૩૬૦ પર અને નિફ્ટી ૧૧ પોઈન્ટ વધીને ૨૩,૪૧૭ પર બંધ થયો હતો. જો કે, આજે આઈટી અને મેટલ પાછળ બજારે ફરી પોતાની લીડ ગુમાવી દીધી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




