High Tension in Kalamsar: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામમાં રોહન ડાઈઝ કંપની બહાર આજે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસર નજીક મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થતાં સ્થિતિ ધીમે ધીમે ઉગ્ર બની હતી. દરમિયાન પથ્થરમારો થયાની માહિતી સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
High Tension in Kalamsar: કંપની બહાર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા

રોહન ડાઈઝ કંપનીના પરિસર પાસે ગ્રામજનોનું મોટું ટોળું એકત્ર થયું હતું. ભીડ વધતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા લોકોને ત્યાંથી હટી જવા સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
High Tension in Kalamsar: પથ્થરમારા બાદ પરિસ્થિતિ ઉગ્ર
સમજાવટ દરમિયાન સ્થિતિ વધુ તંગ બની અને પથ્થરમારો થયાની માહિતી સામે આવી હતી. ઘટનાને પગલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
High Tension in Kalamsar: પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો
પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ ભીડને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કલમસર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
સમગ્ર ઘટનાની તપાસ
હાલ પથ્થરમારો કયા સંજોગોમાં થયો અને સમગ્ર વિવાદ પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે નહીં તથા કેટલું નુકસાન થયું છે તે અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 11 ઓગસ્ટ, 1979ની સાંજ… મચ્છુ ડેમની દુર્ઘટનાએ મોરબી શહેરને વિનાશના પ્રવાહમાં ધકેલી દીધું

