HomeAhmedabadRanip Bus Station Incident: અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે દાદાગીરીનો આરોપ

Ranip Bus Station Incident: અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે દાદાગીરીનો આરોપ

Ranip Bus Station Incident: અમદાવાદમાં ચાલી રહેલી રિક્ષા હડતાળ વચ્ચે રાણીપ બસ સ્ટેશન પાસે રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. હડતાળ હોવા છતાં મુસાફરોને લઈને જઈ રહેલી રિક્ષાઓને રોકવામાં આવી હોવાનો આરોપ છે.

Ranip Bus Station Incident: હાથમાં ડંડા લઈને મુસાફરોને નીચે ઉતાર્યાનો આરોપ

Ranip Bus Station Incident

આક્ષેપ મુજબ, કેટલીક રિક્ષાઓને અટકાવીને હાથમાં ડંડા લઈને મુસાફરોને બળજબરીપૂર્વક રિક્ષામાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને રાણીપ બસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે.

હડતાળ વચ્ચે રિક્ષા રોકવાના પ્રયાસથી વિવાદ

Ranip Bus Station Incident

રિક્ષા હડતાળ દરમિયાન ચાલતી રિક્ષાઓને રોકવાના પ્રયાસને લઈને હવે નવો વિવાદ ઊભો થયો છે. રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સામે દાદાગીરી અને મુસાફરોને હેરાન કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાને પગલે સમગ્ર મામલે કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હડતાળ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે બળજબરીનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ અને તંત્રની કામગીરી સામે પણ નજર રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રિક્ષા-ટેક્સી હડતાળ વચ્ચે કેબ કંપનીઓની મનમાની; હડતાળની અસર મુસાફરોની જેબ પર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments