Aja Ekadashi Today: આજે સોમવાર, 7 સપ્ટેમ્બરે અજા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. પંચાંગ મુજબ એકાદશી તિથિ 6 સપ્ટેમ્બરે સાંજે 7:29 વાગ્યે શરૂ થઈ હતી અને આજે સાંજે 5:03 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને ધ્યાનમાં રાખીને આજે અજા એકાદશીનું વ્રત કરવામાં આવી રહ્યું છે.
Aja Ekadashi Today: ભગવાન વિષ્ણુની આરાધનાનો વિશેષ દિવસ

અજા એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરે છે, મંત્રજાપ કરે છે અને ધાર્મિક પાઠનું વાંચન-શ્રવણ કરે છે.
વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવાનું પણ મહત્વ માનવામાં આવે છે.
5:03 વાગ્યે વ્રત ખોલવાની ભૂલ ન કરશો

અજા એકાદશીના વ્રત દરમિયાન સૌથી મહત્વની બાબત એ છે કે સાંજે 5:03 વાગ્યે એકાદશી તિથિ પૂર્ણ થાય એટલે તરત વ્રત ખોલવાનું નથી.
વ્રતનું વિધિવત્ પારણું મંગળવાર, 8 સપ્ટેમ્બરે દ્વાદશી તિથિમાં, સ્થાનિક સૂર્યોદય અને પંચાંગ અનુસાર કરવાનું રહેશે.
આથી વ્રતધારકોએ માત્ર એકાદશી તિથિ પૂર્ણ થવાના સમયને આધારે પારણું ન કરવું અને પોતાના સ્થાનિક પંચાંગ મુજબ દ્વાદશી તિથિનો પારણા સમય જોવો જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રેશનકાર્ડ ધારકો માટે અનાજના પ્રમાણમાં ફેરફાર

