HomeSportsWomen's Asia Cup: પાકિસ્તાની બેટિંગ લાઈનઅપ વેરવિખેર, 8 રનમાં 6 વિકેટ ગુમાવી;...

Women’s Asia Cup: પાકિસ્તાની બેટિંગ લાઈનઅપ વેરવિખેર, 8 રનમાં 6 વિકેટ ગુમાવી; શ્રી ચારણી અને દીપ્તિ શર્માનો તરખાટ

Women’s Asia Cup: દુબઈ ખાતે રમાઈ રહેલા વુમન્સ એશિયા કપના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય મહિલા બોલરો સામે પાકિસ્તાની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાનો નિર્ણય સાવ ખોટો સાબિત થયો હતો. પાકિસ્તાને માત્ર 8 રનના ગાળામાં પોતાની 6 મહત્વની વિકેટો ગુમાવી દેતાં તેમનો સ્કોર 10 ઓવરમાં 44/6 થઈ ગયો હતો.

Women's Asia Cup

Women’s Asia Cup: ભારતીય બોલરોનો પાયમાલ કરતો સ્પેલ

ભારત તરફથી શ્રી ચારણીએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતાં બે ઓવરમાં પાકિસ્તાનની 3 બેટર્સને પેવેલિયન ભેગી કરી દીધી હતી. તેણે પાવરપ્લેની છઠ્ઠી ઓવરમાં જ ગુલ ફિરોઝા અને શવાલ ઝુલ્ફિકારને આઉટ કરી ભારતની પકડ મજબૂત બનાવી દીધી હતી. આ ઉપરાંત:

  • શેફાલી વર્માએ ઓપનર મુનીબા અલી (13 રન) ને ક્લીન બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
  • પ્રેમા રાવતે સદફ શમાસ (3 રન) ને શાનદાર બોલ પર બોલ્ડ કરી પાકિસ્તાનને ચોથો ઝટકો આપ્યો હતો.
  • દીપ્તિ શર્માએ 10મી ઓવરના પ્રથમ બોલ પર પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાને શૂન્ય રને LBW આઉટ કરી વુમન્સ T20 ઈન્ટરનેશનલમાં ટોપ વિકેટ ટેકર બનવાની સિદ્ધિ નોંધાવી હતી.

Women’s Asia Cup: કેપ્ટન્સ વચ્ચે ફરી ન થયો હેન્ડશેક

ટોસ દરમિયાન વધુ એક વખત બંને દેશો વચ્ચેનો તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યો ન હતો. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કરવાની નીતિ જાળવી રહી છે, જે આ મેચમાં પણ જોવા મળી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મેટ્રો સવારી કરીને SRCC પહોંચ્યા PM મોદી, Gen-Z ભાષામાં કહ્યું- ‘અહીંના એલ્યુમનાઈ OG છે’; ₹100નો સ્મારક સિક્કો બહાર પાડ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments