HomeDeshBack at SRCC After 13 Years: મેટ્રો સવારી કરીને SRCC પહોંચ્યા PM...

Back at SRCC After 13 Years: મેટ્રો સવારી કરીને SRCC પહોંચ્યા PM મોદી, Gen-Z ભાષામાં કહ્યું- ‘અહીંના એલ્યુમનાઈ OG છે’; ₹100નો સ્મારક સિક્કો બહાર પાડ્યો

Back at SRCC After 13 Years: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ વર્ષ બાદ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) પહોંચ્યા હતા. કોલેજના શતાબ્દી સમારોહ (૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે) આયોજિત કાર્યક્રમમાં પહોંચવા માટે પીએમ મોદીએ દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી, જ્યાં તેમણે સામાન્ય મુસાફરો અને બાળકો સાથે સહજ સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે સંસ્થાની ૧૦૦ વર્ષની ઐતિહાસિક સફરને સમર્પિત ₹૧૦૦નો વિશેષ સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો.

Back at SRCC After 13 Years

Back at SRCC After 13 Years: SRCCનું નામ લેવું એ પોતાનામાં ‘ફ્લેક્સ’ છે: PM

Gen-Z વિદ્યાર્થીઓને સંબોધતા પીએમ મોદીએ યુવા પેઢીની પરિભાષાનો ઉપયોગ કરતાં જણાવ્યું હતું કે, “આજે પણ જ્યારે કોઈ પૂછે કે DUમાં કઈ કોલેજ, ત્યારે SRCC કહેવું એ જાતે જ એક મોટો ‘ફ્લેક્સ’ (ગર્વની વાત) છે. તમારી ભાષામાં કહું તો અહીંના એલ્યુમનાઈ ખરેખર ‘OG’ (ઓરિજિનલ જીનિયસ) છે, જેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.” પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીને યાદ કરતાં તેમણે ઉમેર્યું કે જેટલીજી સાથેની એવી કોઈ બેઠક નહોતી જેમાં તેઓ SRCCની ચર્ચા ન કરતા હોય.

Back at SRCC After 13 Years

Back at SRCC After 13 Years: ૨૦૧૩ના ‘ફ્રેજાઈલ ૫’ થી ૨૦૨૬ના ‘ટોપ ૫’ની વિકાસયાત્રા

૨૦૧૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપેલા ઐતિહાસિક ભાષણને યાદ કરતાં પીએમએ જણાવ્યું કે:

  • અર્થતંત્રની મજબૂતી: “૨૦૧૩ના સમયમાં વૈશ્વિક સ્તરે ભારતને નબળા ગણાતા ‘ફ્રેજાઈલ ૫’ (Fragile 5) દેશોમાં મૂકવામાં આવતું હતું, જ્યારે આજે ભારત વિશ્વની ટોચની ૫ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે.”
  • વિકાસ દર: વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયા સંકટ અને વેપાર ક્ષેત્રે અનેક અવરોધો છતાં ભારતે તાજેતરમાં ૭.૮%નો આર્થિક વિકાસ દર નોંધાવ્યો છે, જે દેશના આર્થિક સામર્થ્યની સાબિતી છે.
  • ઉત્પાદન અને માંગ: ઘરેલુ બજારમાં ગ્રાહક માંગ સતત વધી રહી છે અને સ્ટીલ ઉત્પાદનમાં ૮% વૃદ્ધિ સાથે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થઈ રહી છે.

Back at SRCC After 13 Years: પાણીના અડધા ભરેલા ગ્લાસનું દ્રષ્ટાંત

૨૦૧૩ના ભાષણનો સંદર્ભ આપતાં પીએમએ સ્પષ્ટ કર્યું કે, “દેશ માટે જીવવાનો અને સર્વસ્વ આપવાનો જુસ્સો મારામાં પહેલેથી હતો. તે સમયે મેં પાણીના ગ્લાસનું ઉદાહરણ આપ્યું હતું—એક દ્રષ્ટિ ગ્લાસને અડધો ખાલી જુએ છે, બીજી દ્રષ્ટિ તેને અડધો ભરેલો જુએ છે, અને ત્રીજી દ્રષ્ટિ તેને અડધો પાણીથી અને અડધો હવાથી સંપૂર્ણ ભરેલો જુએ છે. આજે પણ જે લોકો માટે ગ્લાસ અડધો ખાલી હતો, તેમના માટે પરિસ્થિતિ બદલાયા પછી પણ ખાલી જ રહેશે.”

Back at SRCC After 13 Years: એક સદીની શિક્ષણ યાત્રા

ઉદ્યોગપતિ અને સમાજસેવક સર શ્રીરામ દ્વારા ૧૯૨૬માં દરિયાગંજ ખાતેથી શરૂ થયેલી આ કોલેજ આજે વટવૃક્ષ બની ચૂકી છે. પીએમ મોદીએ સંસ્થાના સંસ્થાપકને નમન કરતાં કહ્યું કે, “જ્યારે કોઈ વ્યક્તિ ૧૦૦ વર્ષ જીવે છે ત્યારે તે અનુભવનો સાગર ગણાય છે, પરંતુ જ્યારે કોઈ સંસ્થા ૧૦૦ વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તે સિદ્ધિઓનો મહાસાગર બની જાય છે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ખાખી વર્દી છોડી શિક્ષક બન્યા, છોટાઉદેપુરના ગુનાટામાં માવતરવિહોણા આદિવાસી બાળકો માટે ‘ગુરુ’ બન્યા ‘વાલી’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments