HomeAhmedabadBomb Threat in Ahmedabad: અમદાવાદની બે કોર્ટને બોમ્બની ધમકી, ઈ-મેઈલ બાદ સુરક્ષા...

Bomb Threat in Ahmedabad: અમદાવાદની બે કોર્ટને બોમ્બની ધમકી, ઈ-મેઈલ બાદ સુરક્ષા તંત્ર દોડતું થયું

Bomb Threat in Ahmedabad: અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદની લાલ દરવાજા સેશન્સ કોર્ટ અને ધી કાંટા મેટ્રો કોર્ટને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલ છે. અજાણ્યા ઈ-મેઈલ આઈડી પરથી ધમકી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

Bomb Threat in Ahmedabad: બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની તપાસ

Bomb Threat in Ahmedabad

ધમકીની જાણ થતાં જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોને બંને કોર્ટ પરિસરમાં મોકલવામાં આવી હતી. કોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

Bomb Threat in Ahmedabad: સાયબર ટીમે તપાસ શરૂ કરી

Bomb Threat in Ahmedabad

બોમ્બની ધમકી આપનાર અજાણ્યા ઈ-મેઈલ આઈડી પાછળ કોણ છે તે શોધવા પોલીસ અને સાયબર ક્રાઈમ ટીમોએ તપાસ શરૂ કરી છે. ઈ-મેઈલના ટેકનિકલ પુરાવા અને મોકલનારની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ધમકી બાદ અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રૂપિયાની સતત છઠ્ઠી છલાંગ, ડોલર સામે 8 પૈસા મજબૂત થઈ ₹94.43 પર બંધ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments