HomeGujaratFrom Panic to Relief: જન્માષ્ટમીના દિવસે દ્વારકા પોલીસે અનેક ભક્તોને તેમનો સામાન...

From Panic to Relief: જન્માષ્ટમીના દિવસે દ્વારકા પોલીસે અનેક ભક્તોને તેમનો સામાન પરત અપાવ્યો

From Panic to Relief: દ્વારકામાં જન્માષ્ટમીના પાવન પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા પહોંચ્યા હતા. આ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કથી આવેલા એક યુવકનું કિંમતી સામાન ભરેલું પર્સ ગુમ થતાં તે મુશ્કેલીમાં મુકાયો હતો. પર્સમાં iPhone, રોકડ અને પાસપોર્ટ સહિતના મહત્વના દસ્તાવેજો હોવાથી તેની ચિંતા વધી ગઈ હતી.

From Panic to Relief: ખાખી વર્દી જોઈ અમેરિકન નાગરિકે મદદ માંગી

From Panic to Relief

જન્માષ્ટમીના દિવસે સવારે દ્વારકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિશિત પરમારની ડ્યુટી કિર્તિ સ્તંભથી નવા ગોમતી ઘાટ સુધીના વિસ્તારમાં હતી. દરમિયાન તેમની નજર એક વિદેશી નાગરિક પર પડી. અમેરિકન યુવક આસપાસના લોકોને કંઈક પૂછતો હતો અને ચિંતિત દેખાતો હતો.

હેડ કોન્સ્ટેબલને જોઈને યુવક તેમની પાસે આવ્યો અને અંગ્રેજીમાં મદદ માગી. તેણે જણાવ્યું કે તેનું ગ્રીન કલરનું પર્સ ગુમ થયું છે. પર્સ પર ‘હરે રામ હરે કૃષ્ણ’ લખેલું હતું અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણની તસવીર હતી. યુવકે જણાવ્યું કે તે મંદિરના દર્શન ઉપરાંત રેલિંગ અને ગોમતી ઘાટ વિસ્તારમાં પણ ગયો હતો.

From Panic to Relief: લાખોની ભીડ વચ્ચે શરૂ થઈ પર્સની શોધ

નિશિત પરમારે અમેરિકન નાગરિકને પોલીસ સહાય કેન્દ્રમાં બેસાડી સાંત્વના આપી અને પાણી પીવડાવ્યું. ત્યારબાદ તેમણે પર્સની શોધ શરૂ કરી. મંદિરના પ્રવેશદ્વારથી લઈને રેલિંગ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી.

લાખોની ભીડ હોવાથી પર્સ શોધવું પડકારજનક હતું. લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી શોધખોળ કર્યા બાદ નવા ગોમતી ઘાટ પાસે એક જગ્યાએ દૂરથી ગ્રીન કલરની વસ્તુ જોવા મળી. નજીક જઈ તપાસ કરતાં તે જ પર્સ હોવાનું સામે આવ્યું. પર્સ પર ‘હરે કૃષ્ણ’ લખેલું હોવાથી તેની ઓળખ પણ થઈ ગઈ.

From Panic to Relief:  iPhone અને પાસપોર્ટ સહિત બધું જ સલામત મળ્યું

From Panic to Relief

પર્સ મળ્યા બાદ હેડ કોન્સ્ટેબલ નિશિત પરમાર તેને લઈને અમેરિકન નાગરિક પાસે પહોંચ્યા. પોલીસના હાથમાં પર્સ જોઈને યુવકના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેણે પર્સ ખોલીને iPhone, પાસપોર્ટ, અન્ય દસ્તાવેજો અને રોકડ સહિતની તમામ વસ્તુઓ ચેક કરી. તમામ સામાન સલામત મળતાં તેણે પોલીસનો આભાર માન્યો.

અમેરિકન નાગરિકે ખુશી વ્યક્ત કરતાં હેડ કોન્સ્ટેબલને ₹15 હજાર આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં પોલીસની સમયસરની કામગીરી અને માનવતાભર્યો અભિગમ ખાસ ચર્ચામાં આવ્યો છે.

From Panic to Relief: દ્વારકામાં અનેક ભક્તોને ગુમ થયેલો સામાન પરત મળ્યો

દ્વારકા ડિવિઝનના DySP સાગર રાઠોડના જણાવ્યા મુજબ, જન્માષ્ટમી દરમિયાન પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં ઝારખંડથી આવેલી તનુશ્રી નામની મહિલાની ત્રણ વર્ષની દીકરીના દોઢ તોલાના કડલા ભીડમાં પડી ગયા હતા. પોલીસની શોધખોળ બાદ અંદાજે ₹2 લાખની કિંમતના કડલા પણ પરત અપાયા હતા.

આ ઉપરાંત પોલીસ દ્વારા કુલ ₹53 હજારની કિંમતના 8 પર્સ અને 6થી વધુ મોબાઇલ ફોન પણ તેમના માલિકોને પરત અપાયા હતા. લગભગ 15 જેટલા ગુમ થયેલા બાળકોને પણ તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

From Panic to Relief: પોલીસની કામગીરીથી વિદેશી ભક્તની શ્રદ્ધા વધુ મજબૂત

From Panic to Relief

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે જણાવ્યું કે દ્વારકા આવનારા ભક્તોના મનમાં ભગવાન દ્વારકાધીશ પ્રત્યે ઊંડી શ્રદ્ધા હોય છે. અમેરિકન નાગરિક પણ આ જ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવ્યો હતો. સામાન ગુમ થયા બાદ પોલીસના પ્રયાસોથી તે પરત મળતાં તેની શ્રદ્ધા સાથે પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પણ વધ્યો.

જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની ભીડ વચ્ચે દ્વારકા પોલીસે દાખવેલી સતર્કતા, ઈમાનદારી અને માનવતાએ ભક્તોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાકિસ્તાની બેટિંગ લાઈનઅપ વેરવિખેર, 8 રનમાં 6 વિકેટ ગુમાવી; શ્રી ચારણી અને દીપ્તિ શર્માનો તરખાટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments