HomeDeshOnion Price Control: ડુંગળીના વધતા ભાવે રાહતનો ડોઝ, ₹35 કિલોએ વેચશે સરકાર

Onion Price Control: ડુંગળીના વધતા ભાવે રાહતનો ડોઝ, ₹35 કિલોએ વેચશે સરકાર

Onion Price Control: ડુંગળીના વધતા ભાવથી પરેશાન સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે બજારમાં ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા બફર સ્ટોકમાંથી ડુંગળી ₹35 પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ 2026 માટે સરકારી એજન્સીઓ દ્વારા આશરે 1.21 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે. હવે બજારમાં પુરવઠો વધારવા અને છૂટક ભાવ પર અંકુશ લાવવા આ જથ્થાને તબક્કાવાર વેચાણ માટે મુકવામાં આવશે.

Onion Price Control: ભાવ નિયંત્રણ માટે સરકારની બજાર દરમિયાનગીરી

Onion Price Control

વિવિધ શહેરોમાં ડુંગળીના ભાવ સ્થાનિક આવક, માંગ અને પુરવઠા પ્રમાણે અલગ-અલગ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા બફર સ્ટોકમાંથી સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવતાં સામાન્ય ગ્રાહકોને સીધી રાહત મળવાની શક્યતા છે.

સરકારનો આ નિર્ણય ખુલ્લા બજારમાં પણ ડુંગળીના ભાવ પર દબાણ લાવી શકે છે. બજારમાં સરકારી જથ્થો આવતાં પુરવઠો વધશે અને તેના કારણે છૂટક ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

Onion Price Control: ગ્રાહકોને મળશે સસ્તી ડુંગળી

Onion Price Control

કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ વધતા ભાવને નિયંત્રણમાં રાખવા ઉપરાંત ગ્રાહકોને યોગ્ય ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો છે. જોકે, અલગ-અલગ શહેરોમાં સ્થાનિક બજારની સ્થિતિ પ્રમાણે ભાવમાં તફાવત રહી શકે છે.

આગામી દિવસોમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધતાં તેની અસર છૂટક બજાર પર જોવા મળી શકે છે અને સામાન્ય ગ્રાહકોને ડુંગળીના ભાવમાં રાહત મળવાની આશા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, મહંત સ્વામી મહારાજના હસ્તે વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments