Massive Scare in Delhi: IPLમાં મોટી દુર્ઘટના કેચ પકડવા જતાં લુંગી એન્ગિડી માથાભેર પટકાયો, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો

0
99
Massive Scare in Delhi
Massive Scare in Delhi

Massive Scare in Delhi: અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. દિલ્હીનો ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી કેચ લેવાના પ્રયાસમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એટલી ગંભીર હતી કે તેને મેદાન પર જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ એમ્બ્યુલન્સમાં સીધો હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.

Massive Scare in Delhi: કેવી રીતે બની ઘટના?

Massive Scare in Delhi

પંજાબની ઇનિંગ્સની ત્રીજી ઓવર દરમિયાન અક્ષર પટેલના બોલ પર બેટર પ્રિયાંશ આર્યાએ હવામાં શોટ માર્યો હતો. મિડ-ઓફ પર ઉભેલો એન્ગિડી કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો હતો. જોકે, બોલનો અંદાજ મેળવવામાં ભૂલ થતાં તેનું સંતુલન બગડ્યું અને તે સીધો માથાભેર જમીન પર પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એન્ગિડી તરત જ માથું પકડીને મેદાન પર સૂઈ ગયો હતો.

Massive Scare in Delhi: 15 મિનિટ સુધી રમત રોકવી પડી

Massive Scare in Delhi

ઘટના બાદ તુરંત જ મેડિકલ ટીમ મેદાનમાં દોડી આવી હતી. શરૂઆતમાં સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ એન્ગિડીની હાલત જોતા વધારાની સાવચેતીના ભાગરૂપે મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. તેને રાજેન્દ્ર નગર સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેચ લગભગ 15 મિનિટ સુધી અટકી રહી હતી.

Massive Scare in Delhi: ડીજેના વ્યવહાર સામે સવાલો

Massive Scare in Delhi

જ્યારે એક તરફ એન્ગિડી મેદાન પર પીડાથી કણસી રહ્યો હતો અને મેડિકલ સ્ટાફ તેને બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમમાં હાજર ડીજે સતત ગીતો વગાડી રહ્યો હતો. સામાન્ય રીતે આવી ગંભીર પરિસ્થિતિમાં સંવેદનશીલતા બતાવી મ્યૂઝિક બંધ રાખવામાં આવતું હોય છે, પરંતુ અહીં ડીજેની આ હરકતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

કોણ છે જેન્ટલ જાયન્ટએન્ગિડી?

Massive Scare in Delhi
  • પૂરું નામ: લુંગિસાની ટ્રુ-મેન એન્ગિડી (જન્મ: 29 માર્ચ 1996, સાઉથ આફ્રિકા).
  • ઓળખ: 140 કિમી/કલાકની સ્પીડ અને શાનદાર સ્લોઅર બોલ માટે જાણીતો.
  • સિદ્ધિ: 2018માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂમાં 6 વિકેટ ઝડપી હતી. 2025ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમનો ભાગ હતો.
  • પરિવાર: તેની માતા ઘરકામ અને પિતા મેન્ટેનન્સ વર્કર હતા, અત્યંત સંઘર્ષ બાદ તે આ સ્તરે પહોંચ્યો છે.

મેચની સ્થિતિ

Massive Scare in Delhi

દિલ્હી કેપિટલ્સે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 2 વિકેટે 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે, જે આ સીઝનનો સર્વોચ્ચ સ્કોર છે. જોકે, રમત કરતાં અત્યારે એન્ગિડીની તબિયતને લઈને દિલ્હી કેપિટલ્સ અને ક્રિકેટ પ્રેમીઓમાં વધુ ચિંતા જોવા મળી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટમાં ક્રૂરતાની પરાકાષ્ઠા માત્ર 21 સેકન્ડમાં શ્વાન પર 26 ઘા, પિતા-પુત્રની હેવાનીયત CCTVમાં કેદ