Home Dharma કાળી ચૌદશે(Kali Chaudas) : આ મંત્ર જાપ થી કષ્ટ બાધા ભૂત પ્રેત...

કાળી ચૌદશે(Kali Chaudas) : આ મંત્ર જાપ થી કષ્ટ બાધા ભૂત પ્રેત થી રક્ષણ થાય છે

0
1801

કાળી ચૌદશે (Kali Chaudas) આ મંત્ર જાપ થી કષ્ટ બાધા ભૂત પ્રેત થી રક્ષણ થાય છે

આ અંગે માહિતી આપતા ગુજરાત ના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કાળીચૌદસ જે ઉગ્ર દેવી દેવતા ની સાધના માટે તુરંત ફળ આપતો સિદ્ધ દિવસ ગણાય

આ પર્વ દરમિયાન તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતા ની સાધના જેવી કે મહા કાળીપૂજા ,હનુમાનજી ની પૂજા ભૈરવ પૂજા વગેરે શીઘ્ર ફળ આપે છે

શુભ મુહર્ત
કાળીચૌદસ-કાલીપૂજા-યંત્રપૂજા
તા. ૩૦-૧૦-૨૦૨૪ બુધવાર કાળીચૌદસ દિવસ અને રાત્રે ઉગ્ર દેવી દેવતાઓની પૂજા થાય મહાકાળી ભૈરવ, બટુકભૈરવ, વીર, હનુમાન, દશ મહાવિદ્યા વગેરે ની આરાધના અને મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ,
શુભ મુહર્ત
સમય : સવારે ૧૦-૫૯ થી ૧૨-૨૩

સાંજે ૧૯-૩૭ થી ૨૨-૪૮ સુધીમાં મશીનરી તેમજ યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય.

Kali Chaudas 2

કાળી ચૌદશે (Kali Chaudas) – શત્રુ ભય કષ્ટ બાધા થશે દૂર આ મંત્ર પ્રયોગ થી મળશે રક્ષણ

કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે માટે જ કાળીચૌદશ ની સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે . આપત્તિ , સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે કાળીચૌદસે મહાકાળી ભૈરવ,રુદ્ર , હનુમાનજી , જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે આ અંગે જ્યોતિષ ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે તંત્ર – મંત્ર – યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્ર્યોગો સાધનાઓ થાય છે અને ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે
સામાન્ય લોકો પણ કાળી ચૌદસ મહાકાળી હનુમાનજી અને ભૈરવ ની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે
મહાકાળી મંત્ર યંત્ર સાધનાનોપ્રયોગ

આ મંત્ર પ્રયોગો કાળીચૌદસે કરવાથી
તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે

મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવા વાળી છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળી ના મહામંત્ર ની સાધના શ્રેષ્ઠ ગણાય
ॐ क्रीं
ॐ क्रीं काली नमः
ॐ क्रीं कालिकायै नमः

મંત્ર- જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે…

ઉપરોક્ત મંત્ર ની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળી નું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે

આજ ની હનુમાનજીની ઉપાસના સંકટ ભૂત પ્રેત બાધાઓથી મુક્તિ મેળવી શકે છે

Kali Chaudas 1

કાળી ચૌદશે (Kali Chaudas) – વિઘ્ન નિવારણ મંત્ર

ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા

કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાન જી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ , રોગ ,સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે.

હનુમાન ચાલીસા પ્રયોગ
કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી
હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવા થી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે આકસ્મિક રક્ષણ મળે છે મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે

ભૈરવ રક્ષણ માટેનો મંત્ર પ્રયોગ
અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ ન7 કલ્યાણ થાય તે ભાવ થી નિર્મિત કરેલ છે

“ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

કાળી ચૌદશે (Kali Chaudas )ની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચ નો ભય, રહેતો નથી શત્રુ બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

જ્યોતિષી ચેતન પટેલ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે