Ahmedabad Ready to Shine: ગુજરાત માટે ગર્વ અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં રવિવારે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે. આ ભવ્ય સમારોહ દરમિયાન યજમાન બેટન (Host Baton) અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે. આ સાથે જ વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ તરફની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે.
Ahmedabad Ready to Shine: કોમનવેલ્થ ગેમ્સ 2030: શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી
- ૧૦૦ વર્ષની સફર: વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટનમાં પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી, જેનાં 100 વર્ષ 2030માં અમદાવાદ ખાતે પૂર્ણ થશે. આ શતાબ્દી મહોત્સવ માટે રાજ્ય સરકાર અને અમદાવાદ શહેર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- ગ્લાસગોમાં ભારતીય પ્રતિનિધિત્વ: ગ્લાસગોમાં ચાલી રહેલી રમતનાં સમાપન સમારંભમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહીને આ હેન્ડઓવર સેરેમનીમાં જોડાશે.
Ahmedabad Ready to Shine: ગ્લાસગોના સમાપન સમારોહમાં આકર્ષક સાંસ્કૃતિક ઝલક

ગ્લાસગો 2026ના સમાપન સમારોહમાં ભારત અને ગુજરાતની સંસ્કૃતિની અદભુત ઝલક જોવા મળશે, જે ત્રણ એક્ટમાં ભજવાશે:
- પ્રથમ એક્ટ: ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી.
- બીજો એક્ટ: ભારતીય અને સ્કોટીશ સંગીતનો અદ્ભુત સમન્વય. જેમાં સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા અને સ્કોટીશ પાઇપ પ્લેયર રોસ એન્સલી વચ્ચે શાસ્ત્રીય જુગલબંધી રચાશે.
- અંતિમ એક્ટ: સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતની વિકાસયાત્રા તથા અમદાવાદ 2030ની ઝાંખી દર્શાવવામાં આવશે.
Ahmedabad Ready to Shine: બેટન રિલે અને કિંગ્ઝ મેસેજની વિશેષ પરંપરા

કોમનવેલ્થ ગેમ્સનું પ્રતિક સમાન ‘બેટન’ એ તમામ 74 રાષ્ટ્રો અને પ્રદેશોમાંથી પસાર થાય છે. આ બેટનમાં હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ III નો સંદેશો હોય છે. ઇતિહાસમાં પ્રથમવાર કોમનવેલ્થના દરેક રાષ્ટ્ર અને પ્રદેશને પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે બેટનને કસ્ટમાઇઝ અને શણગારવાની વિશેષ તક મળી છે.
ગ્લાસગોના ચીફ માર્કેટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર લુઈસા મેહોને અને સેરેમની ડિરેક્ટર ચંદા સિંહે જણાવ્યું હતું કે, આ હેન્ડઓવર માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તે આત્મવિશ્વાસથી ભરેલા અને પોતાની પરંપરાઓ સાથે જોડાયેલા નવા ભારતનું અદ્ભુત પ્રદર્શન હશે, જે ગ્લાસગોના દર્શકોને અમદાવાદ 2030ની શાનદાર ઝલક આપશે
વધુ સમાચાર વાંચવા માટે નહીં ક્લિક કરો: વડોદરા એરપોર્ટથી એર કાર્ગો સેવા પુનઃ શરૂ: ઉદ્યોગકારોને મોટી રાહત, સમય અને ખર્ચની થશે બચત