Big Boost for Vadodara Industries: વડોદરાના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. વડોદરા એરપોર્ટ પરથી આજથી આઉટબાઉન્ડ એર કાર્ગો સેવાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. આ સેવા પુનઃ શરૂ થવાથી વડોદરા અને આસપાસના વિસ્તારના ઉદ્યોગકારોને કાર્ગો પરિવહનમાં ખૂબ મોટી અનુકૂળતા રહેશો.
Big Boost for Vadodara Industries: સ્થાનિક ઉદ્યોગોને મળશે નવો વિકાસનો વેગ

- સમય અને ખર્ચમાં બચત: અગાઉ ઉદ્યોગકારોને માલ-સામાન એર કાર્ગો મારફતે મોકલવા માટે અન્ય દૂરના શહેરો સુધી લંબાવવું પડતું હતું, જે જરૂરિયાત હવે પૂર્ણ થઈ છે. સ્થાનિક સ્તરે જ કાર્ગો સેવા ઉપલબ્ધ થતાં સમય અને પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.
- વેપાર-ઉદ્યોગને નવી ગતિ: આ સુવિધાથી વડોદરાના નાના-મોટા ઉદ્યોગો (MSME) અને નિકાસકારોને પોતાના ઉત્પાદનો ઝડપથી અને સુરક્ષિત રીતે અન્ય સ્થળોએ પહોંચાડવામાં સરળતા રહેશે, જેથી સ્થાનિક અર્થતંત્ર અને વેપારને નવો વેગ મળશે.
Big Boost for Vadodara Industries: ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

એર કાર્ગો કામગીરીના વિધિવત પ્રારંભ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગકારો અને વેપારી મંડળોના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ડૉ. હેમાંગ જોશીનું બાઈટ/નિવેદન: “વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સેવા પુનઃ શરૂ થવી એ શહેરના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. હવે આપણા સ્થાનિક ઉદ્યોગકારોને કાર્ગો માટે દૂર સુધી જવું નહીં પડે. આ સેવાથી સમય અને નાણાં બંનેની બચત થશે અને વડોદરાના વેપાર-ઉદ્યોગને નવી ઉંચાઈ પ્રાપ્ત થશે.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ સિવિલ હૉસ્પિટલનો તબીબી ચમત્કાર: ITP જેવી ગંભીર રક્ત બીમારી ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ