Tragic End on the Mountains: દુનિયાભરમાં પોતાના અસાહસિક પરાક્રમો માટે જાણીતા નેપાળના પ્રખ્યાત પર્વતારોહક નિર્મલ પુર્જા (Nirmal Purja) વિશે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનમાં કારાકોરમ વિસ્તારમાં આવેલા ૮,૦૫૧ મીટર ઊંચા બ્રોડ પીક પર ચઢાણ દરમિયાન લગભગ ૭,૦૦૦ મીટરની ઊંચાઈએ હિમપ્રપાત (એવલાંચ)ની ઝપેટમાં આવવાથી તેમનું અવસાન થયું છે. તેમના નિધનની પુષ્ટિ તેમની જ પર્વતારોહણ કંપની ‘એલાઇટ એક્સપેડિશન’ દ્વારા કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં નિર્મલ પુર્જા સહિત ૧૦ પર્વતારોહકો ગુમ થયા હતા, જેમાં છ નેપાળી પર્વતારોહકો પણ સામેલ હતા.

Tragic End on the Mountains: રેકોર્ડબ્રેક ‘પ્રોજેક્ટ પૉસિબલ’ અને સિદ્ધિઓ
- ‘નિમ્બસ દાઈ’ તરીકે ખ્યાતિ: નેપાળ અને વૈશ્વિક પર્વતારોહણ જગતમાં ‘નિમ્બસ દાઈ’ તરીકે લોકપ્રિય નિર્મલ પુર્જાએ વર્ષ ૨૦૧૯માં મહત્ત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ પૉસિબલ’ ની શરૂઆત કરી હતી.
- વિશ્વ રેકોર્ડ: તેમનો ઉદ્દેશ્ય દુનિયાની ૮,૦૦૦ મીટરથી ઊંચી તમામ ૧૪ શિખરોને માત્ર સાત મહિનામાં સર કરવાનો હતો, જેને અશક્ય માનવામાં આવતું હતું. પરંતુ તેમણે આ અદ્ભુત પરાક્રમ માત્ર ૬ મહિના અને ૬ દિવસમાં જ પૂરું કરીને દક્ષિણ કોરિયાના પર્વતારોહક કિમ ચાંગ-હોનો ૮ વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેમના આ સાહસ પર નેટફ્લિક્સ પર ’14 Peaks: Nothing Is Impossible’ ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે.

Tragic End on the Mountains: બ્રિટિશ સ્પેશિયલ ફોર્સથી લઈને પર્વતારોહણ સુધીની સફર
- મિલિટરી બેકગ્રાઉન્ડ: નિર્મલ પુર્જાનો જન્મ ૨૫ જુલાઈ ૧૯૮૩ના રોજ નેપાળના મ્યાગ્દી જિલ્લાના દાના ગામમાં થયો હતો. તેમના પરિવારનો સેના સાથે ગાઢ સંબંધ હતો અને તેમના પિતા તથા ત્રણ મોટા ભાઈઓ પણ ગોરખા સૈનિક હતા.
- પ્રથમ નેપાળી સ્પેશિયલ બોટ સર્વિસ (SBS) સૈનિક: લગભગ ૬ વર્ષ સુધી બ્રિટિશ સૈનાની ગોરખા રેજિમેન્ટમાં સેવા આપ્યા બાદ, તેઓ બ્રિટિશ રોયલ નેવીની સૌથી ખતરનાક અને પ્રતિષ્ઠિત સ્પેશિયલ ફોર્સ ‘SBS’ માં સામેલ થનાર પ્રથમ નેપાળી બન્યા હતા.
- સ્વપ્ન ખાતર નોકરી અને ઘરનું બલિદાન: સેનામાં સેવા આપતી વખતે ૨૦૧૨માં તેઓ એવરેસ્ટ બેઝ કેમ્પ ગયા હતા અને ૨૦૧૪માં પહેલીવાર એવરેસ્ટ સર કર્યું હતું. પોતાના આ મહાન સ્વપ્નને પૂરું કરવા માટે તેમણે ૨૦૧૮માં નોકરી છોડી દીધી હતી અને ખર્ચ માટે પોતાનું ઘર પણ વેચી દીધું હતું.

નિર્મલ પુર્જાના અચાનક અવસાનથી વૈશ્વિક પર્વતારોહણ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અયોધ્યાની મેડિકલ કોલેજમાં હડકંપ, બોમ્બ બનાવવાની રીત લખેલી ચિઠ્ઠી મળી, ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત