Homeipl 2026IPL Valuation Crosses $20.6 Billion: IPL બન્યો ₹2,00,000 કરોડનો બિઝનેસ, ગત વર્ષ...

IPL Valuation Crosses $20.6 Billion: IPL બન્યો ₹2,00,000 કરોડનો બિઝનેસ, ગત વર્ષ કરતા 11.4% વધી વેલ્યૂ; ટીમમાં RCBની બ્રાન્ડ વેલ્યૂ 3 હજાર કરોડની આસપાસ

IPL Valuation Crosses $20.6 Billion: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પ્રીમિયર લીગ એટલે કે IPL હવે માત્ર રમત નથી રહી પરંતુ એક મહાકાય બિઝનેસ બની ગયો છે. અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેંક હુલીહાન લોકી દ્વારા જારી કરાયેલા 2026ના IPL બ્રાન્ડ વેલ્યૂએશન સ્ટડી મુજબ, પહેલીવાર IPLની બિઝનેસ વેલ્યૂ 20.6 અબજ ડોલર (લગભગ 2 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. સતત બીજા વર્ષે IPL એ ડબલ ડિજિટ (11.4%) ની વૃદ્ધિ નોંધાવી છે.

IPL Valuation Crosses $20.6 Billion: RCB સૌથી મોંઘી બ્રાન્ડ:

રિપોર્ટ અનુસાર, પાછલી બે સીઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બ્રાન્ડ વેલ્યૂના મામલે IPLની સૌથી કિંમતી ટીમ છે. RCBની બ્રાન્ડ વેલ્યૂ 312 મિલિયન ડોલર (લગભગ 3 હજાર કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.

અન્ય ટોચની ટીમોની સ્થિતિ જોઈએ તો:

  • મુંબઈ ઈન્ડિયન્સ: 264 મિલિયન ડોલર (9.1% વૃદ્ધિ) સાથે બીજા સ્થાને.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): 245 મિલિયન ડોલર (7.9% વૃદ્ધિ) સાથે ત્રીજા સ્થાને.
  • ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): 244 મિલિયન ડોલર (3.8% વૃદ્ધિ) સાથે ચોથા સ્થાને.
IPL Valuation Crosses $20.6 Billion

IPL Valuation Crosses $20.6 Billion: બિઝનેસ વેલ્યૂ અને બ્રાન્ડ વેલ્યૂમાં શું તફાવત છે?

  • બિઝનેસ વેલ્યૂ: તે કોઈ કંપની કે લીગની કુલ આર્થિક કિંમત છે. જેમાં બ્રાન્ડ વેલ્યૂ ઉપરાંત બ્રોડકાસ્ટ રાઇટ્સ, પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ, રેવન્યુ, પ્રોફિટ અને ભવિષ્યની કમાણીની ક્ષમતા સામેલ હોય છે. (રિપોર્ટ મુજબ IPLની બ્રાન્ડ વેલ્યૂ 4.3 બિલિયન ડોલર છે).
  • બ્રાન્ડ વેલ્યૂ: તે ફક્ત નામ અને ઓળખની કિંમત હોય છે.

IPL Valuation Crosses $20.6 Billion: IPL અને ટીમની વેલ્યૂ કેમ સતત વધી રહી છે?

રિપોર્ટ અનુસાર, રોકાણકારો હવે માત્ર ક્રિકેટ ટીમમાં નહીં પરંતુ મજબૂત બિઝનેસ મોડલ પર પૈસા લગાવી રહ્યા છે. આઈપીએલમાં માત્ર 10 જ ફ્રેન્ચાઈઝી હોવાથી તેની મર્યાદિત ઉપલબ્ધતા પણ કિંમત વધારી રહી છે. આઈપીએલ હવે માત્ર એક રમતગમતનો કાર્યક્રમ નથી રહ્યો, પરંતુ વૈશ્વિક રોકાણકારો માટે એક અલગ એસેટ ક્લાસ બની ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રીલ્સ જોઈને RDX મૂક્યાનો મેઈલ કર્યો, ખાન સરના ક્લાસીસ જોતો, સુરત કોર્ટને ધમકી આપનાર બેરોજગાર હીરા શ્રમિક ઝડપાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments