Home State Gujarat Surat Court Bomb Threat: રીલ્સ જોઈને RDX મૂક્યાનો મેઈલ કર્યો, ખાન સરના...

Surat Court Bomb Threat: રીલ્સ જોઈને RDX મૂક્યાનો મેઈલ કર્યો, ખાન સરના ક્લાસીસ જોતો, સુરત કોર્ટને ધમકી આપનાર બેરોજગાર હીરા શ્રમિક ઝડપાયો

0
98
Surat Court Bomb Threat

Surat Court Bomb Threat: સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈ.ડી. પર “Cort ma 5000 kg Rdx Bomb” નો ધમકીભર્યો મેઈલ મોકલીને સમગ્ર શહેરમાં સનસનાટી મચાવનાર મુખ્ય આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી મૂળ બિહારનો વતની અને સુરતમાં બેરોજગાર રત્નકલાકાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીના વધુ રિમાન્ડ મેળવીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Surat Court Bomb Threat

Surat Court Bomb Threat: શું હતી સમગ્ર ઘટના?

ગત 13 જુલાઈ, 2026ના રોજ સાંજે 6:13 વાગ્યે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ પર એક અજાણ્યા આઈડીથી ધમકીભર્યો સંદેશો મળ્યો હતો. જેમાં કોર્ટમાં 5000 કિલો RDX બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનું લખાણ હતું. જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા અને લોકોમાં અસલામતી ફેલાવવાના ઈરાદે કરાયેલા આ મેઈલ બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

Surat Court Bomb Threat

Surat Court Bomb Threat: મોડસ ઓપરેન્ડી: હોટસ્પોટ માંગ્યો અને ટેરેસ પરથી મોકલ્યો મેઈલ

સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સી.પી. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, માત્ર ધોરણ 9 સુધી અભ્યાસ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા (ઉંમર વર્ષ અંદાજિત, મૂળ બિહારના દરભંગાનો વતની અને કતારગામ વેડ રોડ પર રહેતો) છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે.

  • ચાલાકી: IP એડ્રેસ ટ્રેસ ન થાય તે માટે તેણે પોતાના બિલ્ડિંગના એક ઓળખીતા વ્યક્તિ પાસેથી હોટસ્પોટના બહાને ફોન માંગ્યો હતો.
  • ત્યારબાદ તે સીધો ટેરેસ પર ગયો અને માત્ર 3 થી 4 મિનિટના ટૂંકા સમયમાં પોતાના ફોનથી ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલીને નીચે ભાગી ગયો હતો.

Surat Court Bomb Threat: ખાન સરના વીડિયો અને રીલ્સથી પ્રેરણા:

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે રમણ મિશ્રા હીરાની મજૂરી છોડીને આખો દિવસ રૂમમાં બેસીને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જોતો હતો. પત્ની દ્વારા નોકરી કરવા માટે દબાણ કરવા છતાં તે કામધંધો કરતો નહોતો. તે યુટ્યુબ પર ખાન સર’ના એજ્યુકેશનલ વીડિયો તથા ફ્રી લેક્ચર્સ જોતો હતો. તેમાંથી જ તેણે ઈ-મેઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર બોમ્બ થ્રેટના ન્યૂઝ જોઈને તેણે પણ ભય ફેલાવવા આ પગલું ભર્યું હતું.

Surat Court Bomb Threat: સુપ્રીમ કોર્ટ માટે પણ તૈયાર કર્યો હતો ડ્રાફ્ટ!

સાયબર ક્રાઈમ પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી તપાસ કરતાં તેના ઈ-મેઈલના ટ્રેશ (Trash) ફોલ્ડરમાંથી એક ડિલીટ કરેલો ડ્રાફ્ટ ઈ-મેઈલ મળી આવ્યો છે. આ ડ્રાફ્ટ દેશની સુપ્રીમ કોર્ટને મોકલવા માટે તૈયાર કરાયો હતો, જેમાં “Angrej hamare countray ko barbad kar ke gaye hai” તેવું લખાણ લખેલું હતું.

Surat Court Bomb Threat: પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ:

કોર્ટ અને સરકારી તંત્રની શાંતિ ભંગ કરવાના આ ગંભીર ગુના માટે રમણ સામે BNS કલમ 351, 353 અને IT એક્ટની કલમ 66 F(2) (સાયબર ટેરરિઝમ) હેઠળ ગુનો નોંધી કોર્ટે તેના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તેની વધુ પૂછપરછ સાથે સ્મિમેર મેડિકલ કોલેજ ખાતે તેનું સાયકોલોજીકલ એનાલિસિસ પણ કરાવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારમાં તોફાની તેજી: રોકાણકારોને એક જ દિવસમાં થઈ 4.18 લાખ કરોડની કમાણી, સેન્સેક્સ 889 અંક ઉછળ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે