Home State Gujarat Shocking Cruelty: રાજકોટમાં ક્રૂરતાની પરાકાષ્ઠા માત્ર 21 સેકન્ડમાં શ્વાન પર 26 ઘા,...

Shocking Cruelty: રાજકોટમાં ક્રૂરતાની પરાકાષ્ઠા માત્ર 21 સેકન્ડમાં શ્વાન પર 26 ઘા, પિતા-પુત્રની હેવાનીયત CCTVમાં કેદ

0
233
Shocking Cruelty
Shocking Cruelty

Shocking Cruelty: શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાડોશમાં રહેતા પિતા-પુત્રએ અબોલ શ્વાન પર અત્યંત નિર્દયતાથી હુમલો કર્યો હતો. શ્વાન ભસતું હોવાની સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ માનવતા નેવે મૂકીને લાકડી અને પાઈપ વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.

Shocking Cruelty: શું છે સમગ્ર ઘટના?

Shocking Cruelty

ઘંટેશ્વરના કલ્યાણ પાર્ક શેરી નંબર-4માં રહેતા ક્રિષ્નાબેન પરમાર છેલ્લા અઢી વર્ષથી એક શ્વાન પાળી રહ્યા છે. ગઈકાલે તેમનું શ્વાન ઘરના ડેલા પાસે બાંધેલું હતું, ત્યારે જ પાડોશમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા અને તેમનો પુત્ર અભિરાજસિંહ અચાનક લાકડી અને પાઈપ લઈને ધસી આવ્યા હતા.

Shocking Cruelty: 21 સેકન્ડનો અત્યાચાર

Shocking Cruelty

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, પિતા-પુત્રની જોડીએ માત્ર 21 સેકન્ડમાં અબોલ જીવ પર 26 જેટલા ફટકા ઝીંક્યા હતા. શ્વાન જીવ બચાવવા તરફડિયાં મારી રહ્યું હતું છતાં હુમલાખોરોએ તેના પર સહેજ પણ દયા બતાવી નહોતી.

બચાવવા ગયેલી મહિલા સાથે પણ ગેરવર્તન

Shocking Cruelty

શ્વાનનો અવાજ સાંભળી માલિક ક્રિષ્નાબેન જ્યારે બચાવવા માટે વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમને પણ ધક્કો મારી માર મારવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં શ્વાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે અને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.

જો કોઈ અબોલ જીવને સાચવી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈને આ રીતે મારવાનો કોઈને અધિકાર નથી.” > — ક્રિષ્નાબેન પરમાર (શ્વાનના માલિક)

પોલીસ કાર્યવાહીની માંગ

આ અમાનવીય ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ક્રિષ્નાબેને આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પ્રાણીપ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે કે આ ક્રૂર હુમલાખોરો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કોણ કરી રહ્યું છે દુનિયાના શ્રેષ્ઠ મગજોનો શિકાર? અમેરિકા-ચીનના 20 ટોચના વૈજ્ઞાનિકો ગાયબ કે મૃત, વૈશ્વિક ફફડાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે