Gujarat Elections LIVE: ગુજરાત પંચાયત-મનપા ચૂંટણી, ગોધરામાં આગ, આણંદમાં હિંસા અને ખોટકાયેલા ઈવીએમ વચ્ચે મતદાન

0
110
Gujarat Elections LIVE
Gujarat Elections LIVE

Gujarat Elections LIVE: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે અત્યંત નિર્ણાયક મનાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો પર સવારથી જ મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પ્રથમ એક કલાકમાં રાજ્યમાં સરેરાશ 5% મતદાન નોંધાયું છે.

Gujarat Elections LIVE

Gujarat Elections LIVE: ગઢમાં ગરબડ: અનેક શહેરોમાં EVM ખોટકાયાં

ચૂંટણીની શરૂઆતમાં જ અનેક સ્થળોએ ટેકનિકલ ખામી સર્જાતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો:

  • રાજકોટ: વોર્ડ નં. 15માં ઈવીએમ બંધ રહેતા મતદારો પરત ફર્યા હતા. પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના ગઢ ગણાતા વિસ્તારોમાં જાણીજોઈને પ્રક્રિયા ધીમી કરવામાં આવી રહી છે.
  • સુરત, વડોદરા અને જામનગર: સુરતના વોર્ડ નં. 21, વડોદરાના માંજલપુર અને જામનગરમાં પણ ઈવીએમ ખોટકાતા મતદાન મોડું શરૂ થયું હતું.
  • બનાસકાંઠા: અમીરગઢમાં પણ ટેકનિકલ ખામીના અહેવાલોથી મતદારો અકળાયા હતા.

Gujarat Elections LIVE: ગોધરામાં મતદાન મથકે આગ અને આણંદમાં હિંસા

મતદાનના ઉત્સાહ વચ્ચે કેટલીક દુર્ઘટનાઓ પણ સામે આવી છે. ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી.

Gujarat Elections LIVE

બીજી તરફ, આણંદના વોર્ડ નં. 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ હુમલાનો આક્ષેપ ભાજપના સમર્થકો પર કરવામાં આવ્યો છે. ઉપરાંત, વાંકાનેરના ઓળ ગામે ભાજપની સભામાં સવાલ પૂછનાર નાગરિકને ફટકારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Gujarat Elections LIVE: ચૂંટણીના મુખ્ય આંકડા અને સ્પર્ધા

રાજ્યની કુલ 9268 બેઠકો માટે આશરે 4.02 કરોડ મતદારો ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે.

  • બિનહરીફ બેઠકો: કુલ 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં મનપાની 43 બેઠકોનો સમાવેશ થાય છે.
  • ત્રિપાંખિયો જંગ: ભાજપ (9596), કોંગ્રેસ (8443) અને આમ આદમી પાર્ટી (5261) વચ્ચે સીધી સ્પર્ધા છે.
  • નવી મહાનગરપાલિકાઓ: આ વખતે નવસારી, મોરબી, મહેસાણા અને આણંદ જેવી નવ નવી રચાયેલી મનપામાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે.

Gujarat Elections LIVE: ગરમી વચ્ચે પણ મતદારોનો જોમ

રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી હોવા છતાં, ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે. પંચમહાલના શહેરામાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે પાણી અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તમામ બેઠકોનું પરિણામ 28 એપ્રિલે જાહેર કરવામાં આવશે, જે ગુજરાતના ભાવિ રાજકારણની દિશા નક્કી કરશે.

Gujarat Elections LIVE: પ્રેરણાત્મક કિસ્સા: વરરાજા અને 100 વર્ષના દાદીનું મતદાન

લોકશાહીના આ પર્વમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના બે અદભૂત કિસ્સાઓ સામે આવ્યા છે:

  • ગોંડલ: ઘોઘાવદર ગામે કન્યા શાળામાં એક વરરાજાએ જાન પ્રસ્થાન કરતા પહેલાં મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો. ‘પહેલા મતદાન, પછી કન્યાદાન’ના મંત્રને તેમણે સાર્થક કર્યો હતો.
  • સુરેન્દ્રનગર: અહીં 100 વર્ષના વયોવૃદ્ધ દાદી વ્હીલચેર પર મતદાન મથકે પહોંચ્યા હતા. તેમની આ હિંમત અને જાગૃતિ યુવા મતદારો માટે પ્રેરણારૂપ બની છે.
Gujarat Elections LIVE

Gujarat Elections LIVE: વિક્ષેપ: અનેક સ્થળોએ EVM ખોટકાયાં

  • સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) બગડવાની ફરિયાદો ઉઠી છે:
  • રાજકોટ, સુરત, જામનગર અને વડોદરાના અનેક બૂથો પર મશીન બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી હતી.
  • ટેકનિકલ ખામીને લીધે અનેક જગ્યાએ 30 મિનિટથી 1 કલાક સુધી મતદાન પ્રક્રિયા અટકી પડી હતી, જેના કારણે મતદારોમાં ક્યાંક આક્રોશ તો ક્યાંક નિરાશા જોવા મળી હતી.

Gujarat Elections LIVE: સુરત: પૂર્ણેશ મોદીનો ‘ગ્રાન્ડ એન્ટ્રી’ સાથે વોટ

વિધાનસભાના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા પૂર્ણેશ મોદીએ સુરતના અડાજણ વિસ્તારમાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેઓ અડાજણ સ્થિત શ્રી કંચનલાલ મામાવાલા મિશ્ર પ્રાથમિક શાળા (બૂથ નં. 88) ખાતે ઢોલ-નગારાના નાદ સાથે વાજતે-ગાજતે પહોંચ્યા હતા. પૂર્ણેશ મોદીની આ અનોખી શૈલીએ મતદાન મથક પર હાજર અન્ય મતદારોમાં ભારે આકર્ષણ અને જાગૃતિ ફેલાવી હતી. તેમણે લોકોને પણ મોટી સંખ્યામાં બહાર નીકળી વોટિંગ કરવાની અપીલ કરી હતી.

Gujarat Elections LIVE: નવસારી: રાજ્યપાલની સમયપાલનતા અને જાગૃતિ

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારી શહેરની કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ મતદાન શરૂ થવાના 10 મિનિટ અગાઉ જ પોતાની પત્ની સાથે મતદાન મથકે પહોંચી ગયા હતા અને પ્રક્રિયા શરૂ થવાની શાંતિપૂર્ણ રીતે રાહ જોઈ હતી.

મતદાન દરમિયાન એક જાગૃત નાગરિક તરીકે તેમણે વ્યવસ્થામાં રહેલી ખામી પણ નિહાળી હતી. બૂથની અંદર પૂરતો પ્રકાશ (ઉજાસ) ન હોવાથી તેમને EVM મશીનમાં જોવામાં મુશ્કેલી પડી હતી. આ બાબતે તેમણે તુરંત ત્યાં હાજર ચૂંટણી અધિકારીઓને તાકીદ કરી હતી અને અપીલ કરી હતી કે બૂથમાં પૂરતો સૂર્યપ્રકાશ કે કૃત્રિમ અજવાળાની વ્યવસ્થા હોવી જોઈએ જેથી અન્ય મતદારોને પણ કોઈ તકલીફ ન પડે.

Gujarat Elections LIVE: આ ચૂંટણી અંગેના મુખ્ય મતદાન આંકડા અને વિગતો

  • કુલ મતદારો: આ ચૂંટણીમાં આશરે 4,08,16,713 મતદારો મતદાન કરી રહ્યા છે.
  • ઉમેદવારો: કુલ 25,537 ઉમેદવારો મેદાનમાં છે.
  • બિનહરીફ બેઠકો: મતદાન શરૂ થાય તે પહેલા જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
  • મતદાન પ્રક્રિયા: 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો માટે 101 જેટલા પોસ્ટલ બેલેટ ઘરે બેઠા મતદાનની સુવિધા આપવામાં આવી હતી, અને 218 વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.
  • સુરક્ષા અને વ્યવસ્થા: મતદાન કેન્દ્રો પર ORS અને શેડની સુવિધા તથા વોટર આસિસ્ટન્સ બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Gujarat Elections LIVE

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

IPLમાં મોટી દુર્ઘટના કેચ પકડવા જતાં લુંગી એન્ગિડી માથાભેર પટકાયો, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો