Home ipl 2026 IPL 2026 Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર RCBના ‘રાવણ’ અને વિરાટના હમશકલનો...

IPL 2026 Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર RCBના ‘રાવણ’ અને વિરાટના હમશકલનો જલવો; GTના ચાહકોએ લગાવ્યા ‘આવવા દે… આવવા દે…’ના નારા

0
680
IPL 2026 Final
IPL 2026 Final

IPL 2026 Final: આજે ૩૧ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક ઐતિહાસિક પળનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આઈપીએલ ૨૦૨૬ (IPL 2026)ની ફાઈનલ મેચમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે છે. આ હાઈવોલ્ટેજ મેચને લઈને મોટેરા વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓનું કીડીયારું ઉભરાયું છે અને આખું અમદાવાદ જાણે ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે.

IPL 2026 Final

IPL 2026 Final: સેલેબ્સ અને VVIP મહેમાનોનું આગમન

આ મેગા ઈવેન્ટનો રોમાંચ માણવા માટે બોલિવૂડ કલાકારો વરૂણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર ખાસ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ દરમિયાન સ્ટેડિયમની બહાર એક અનોખો નજારો જોવા મળ્યો જ્યારે BCCI સેક્રેટરી જય શાહ પોતાની પર્સનલ કારના બદલે સાદગી અપનાવીને સામાન્ય બસમાં બેસીને સ્ટેડિયમ તરફ રવાના થયા હતા. આ ઉપરાંત, વિરાટ કોહલીની ડાયહાર્ડ ફેન અને કન્નડ અભિનેત્રી-સિંગર નિમિકા રત્નાકર પણ સ્ટેડિયમમાં લાલ ટોપમાં RCBને સપોર્ટ કરવા હાજર રહી છે.

IPL 2026 Final

IPL 2026 Final: વિરાટનો હમશકલ અને RCBનો ‘રાવણ’

 નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકો અવનવા વેશ ધારણ કરીને પહોંચ્યા હતા. કિંગ કોહલી જેવો જ આબેહૂબ દેખાતો એક યુવક સ્ટેડિયમ બહાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેની સાથે સેલ્ફી લેવા ફેન્સે પડાપડી કરી હતી. બીજી તરફ, RCBનો એક ક્રેઝી ફેન પોતાના માથા પર ટીમ પરફોર્મન્સ અને ખેલાડીઓના ફોટોગ્રાફ્સ લગાવીને ‘રાવણ’ના અનોખા લુકમાં જોવા મળ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPL 2026 Final

IPL 2026 Final: ‘આવવા દે…’ વિરુદ્ધ ‘RCB… RCB…’

ગુજરાત ટાઇટન્સને પ્રોત્સાહિત કરવા માટે પ્રખ્યાત ક્રિકેટ ફેન અરુણ હરિયાણવી પણ સ્ટેડિયમ પહોંચ્યો હતો. સ્ટેડિયમના ગેટ નંબર ૧ ની બહાર GTના ચાહકોએ ‘આવવા દે… આવવા દે…’ના જોરદાર નારા લગાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, સ્ટેડિયમમાં એવા પણ પરિવારો જોવા મળ્યા હતા જેમાં અડધા સભ્યો RCBના લાલ રંગમાં અને અડધા GTના બ્લુ રંગમાં સજ્જ થઈને એકબીજાની ટીમને ચિયર કરી રહ્યા હતા.

IPL 2026 Final

IPL 2026 Final: મેટ્રોમાં પગ મૂકવાની જગ્યા નહીં, કડક બંદોબસ્ત:

ફાઇનલ મેચના પગલે અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ક્રિકેટ રસિકોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવા છતાં લોકો ભારે ઉત્સાહમાં હતા. લાખોની જનમેદનીને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા સ્ટેડિયમની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

IPL 2026 Final: દોઢ કલાકમાં ૪૫ હજાર ટિકિટો સાફ!

આ મેચનો ક્રેઝ એટલો છે કે સવારે ૧૦ વાગ્યે ઓનલાઈન ટિકિટોનું વેચાણ શરૂ થતાં જ માત્ર ૧.૫ કલાકમાં ૪૫,૦૦૦ જેટલી ટિકિટો વેચાઈ ગઈ હતી. શરૂઆતની દોઢ કલાકમાં જ ૩૦ ટકા ટિકિટો બુક થઈ ગઈ હતી, જે દર્શાવે છે કે આ ફાઇનલ જોવા માટે ફેન્સ કેટલા આતુર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

હોંગકોંગમાં ગુજરાતનો ડંકો ચોરવાડની દીકરી કાજલ વાજાએ એશિયન અંડર-20 ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, બનાવ્યો નવો નેશનલ રેકોર્ડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે