Double Glory for Gujarat: ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રવિવારે (૩૧ મે, ૨૦૨૬) કાજલે મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે.

Double Glory for Gujarat: ભારતીય ટીમનો નવો નેશનલ રેકોર્ડ
તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે $45.05$ સેકન્ડનો સમય નોંધીને રજત ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આ સાથે જ ભારતીય ટીમે અગાઉનો $45.08$ સેકન્ડનો અંડર-20 વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે.

Double Glory for Gujarat: ખેત મજૂરની દીકરીની સંઘર્ષગાથા
કાજલના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢના દરિયાકાંઠાના ચોરવાડ ગામના સામાન્ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. અત્યંત સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં કાજલે ક્યારેય હિંમત ન હારી. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તેણે ધોરણ-૧૨માં એક વર્ષનો ડ્રોપ લીધો હતો અને પોતાનું પૂરું ધ્યાન તાલીમ પર કેન્દ્રિત કર્યું હતું. તેની આ આકરી તપસ્યા આજે દેશ માટે મેડલ લાવવામાં સફળ રહી છે.
Double Glory for Gujarat: કોચ શિવમ ઉપાધ્યાયના શબ્દો:
“કાજલ દેશની સૌથી આશાસ્પદ યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છે. ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને રિલેમાં તેણે અગાઉ પણ અનેક મેડલ જીત્યા છે. તેની શિસ્ત, આત્મવિશ્વાસ અને સમર્પણ જ તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે.”
Double Glory for Gujarat: રેકોર્ડ્સની રાણી છે કાજલ
કાજલના નામે અગાઉથી જ અનેક રેકોર્ડ નોંધાયેલા છે:
- ૨૦૨૫: રાંચીમાં સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની રિલેમાં સિલ્વર મેડલ.
- માર્ચ ૨૦૨૬: ભુવનેશ્વર ઇન્ડોર ઓપન ચેમ્પિયનશિપમાં ૬૦ મીટર દોડ માત્ર $7.50$ સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ.
શાળાથી શરૂ થયેલી સફર
કાજલની આ સફર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સ્કૂલ પ્રોગ્રામથી શરૂ થઈ હતી. ૨૦૧૯માં તે કોડીનારની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં જોડાઈ અને તેની પ્રતિભાને જોઈને ૨૦૨૩માં નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC)માં પસંદગી થઈ, જ્યાં તે હાલમાં અદ્યતન ટ્રેનિંગ મેળવી રહી છે.
વાપીના રાહુલ જાખરે પણ રચ્યો ઇતિહાસ
આ જ ચેમ્પિયનશિપમાં ગુજરાત માટે વધુ એક ગર્વની ક્ષણ આવી જ્યારે વાપીના વતની રાહુલ જાખરે ડેકાથ્લોન સ્પર્ધામાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને ભારત માટે સુવર્ણ ચંદ્રક (Gold Medal) જીત્યો હતો. ગુજરાતના આ બંને ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે રાજ્યનો ડંકો વગાડ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
1 જૂનથી બદલાશે નિયમો, દેશમાં 5 મોટા આર્થિક ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી!




