IPL 2026 Final: ક્રિકેટના મહાકુંભ IPL-2026નો ભવ્ય ક્લાઈમેક્સ હવે ગણતરીના કલાકો દૂર છે. રવિવારે (31 મે, 2026) અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ફાઇનલનો મહામુકાબલો રમાશે. આ ઐતિહાસિક મેચને જોવા માટે ઉમટી પડનારા હજારો ક્રિકેટ રસિકોને ટ્રાફિક અને મુસાફરીની કોઈ તકલીફ ન પડે તે માટે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક શાનદાર એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા સ્ટેડિયમ આવવા-જવા માટે વધારાની 52 વિશેષ બસો દોડાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
IPL 2026 Final: મોડી રાત્રે 1 વાગ્યા સુધી બસો ચાલશે, શેડ્યૂલમાં મોટો ફેરફાર
IPL ફાઈનલ મેચ રવિવારે સાંજે 7:30 કલાકે શરૂ થવાની છે, જે મોડી રાત્રે પૂર્ણ થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને BRTS દ્વારા બસ સેવાના સમયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે:
- સમયમાં વધારો: હવે BRTS બસની સુવિધા સવારે 6:00 વાગ્યાથી શરૂ થઈને મોડી રાત્રે 1:00 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે.
- બસોની સંખ્યા: રૂટીન ચાલતી 36 બસોની સાથે વધુ 16 એક્સ્ટ્રા બસો ઉમેરીને કુલ 52 બસો રસ્તા પર દોડાવવામાં આવશે.
- રૂટ ડાયવર્ઝન: બપોરે 3:30 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યાં સુધી 11 રેગ્યુલર બસોને ડાયવર્ટ કરીને સીધી વિસત જંકશન (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) સુધી લંબાવવામાં આવશે.

IPL 2026 Final: કયા રૂટ પર કેટલી વધારાની બસો દોડશે?
તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સીધા સ્ટેડિયમ (વિસત જંકશન) પહોંચવા માટે ખાસ રૂટ અને બસો નક્કી કરવામાં આવી છે:
| રૂટ (Route) | વધારાની બસોની સંખ્યા |
| ઈસ્કોન ચાર રસ્તાથી વિસત જંકશન | 04 બસો |
| એરપોર્ટથી વિસત જંકશન | 03 બસો |
| વિસતથી નારોલ (કાલુપુર અને ગીતામંદિર થઈને) | 02 બસો |
| એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ / નેહરુનગરથી વિસત જંકશન | 02 બસો |
| વિસત જંકશનથી સ્પેશિયલ રૂટ્સ (રાત્રે 10:30 પછી) | 05 બસો |
IPL 2026 Final: ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી નજીકના BRTS સ્ટેશનો
જો તમે BRTS માં મેચ જોવા જઈ રહ્યા હોવ, તો તમારા માટે આ બે સ્ટેશનો સૌથી નજીક પડશે:
- મોટેરા ક્રોસ રોડ BRTS સ્ટેશન
- સાબરમતી પોલીસ સ્ટેશન BRTS સ્ટેશન
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રાખશે નજર: મેચના દિવસે સ્ટેડિયમ આસપાસ ભારે ભીડને મેનેજ કરવા માટે BRTS દ્વારા એક્સ્ટ્રા સ્ટાફ તૈનાત કરાશે. જેમાં ફિલ્ડ ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, વિજિલન્સ ટીમ અને ટિકિટિંગ માટે વધારાના માણસો હાજર રહેશે. આ સાથે જ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે જનમાર્ગનું ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ પણ પળેપળની સ્થિતિ પર નજર રાખશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




