Home State Gujarat Jamnagar Shock-wave: કાળ બનીને તૂટી પડ્યું LED હોર્ડિંગ, જામનગરમાં ૩ સેકન્ડના વહેલા-મોડામાં...

Jamnagar Shock-wave: કાળ બનીને તૂટી પડ્યું LED હોર્ડિંગ, જામનગરમાં ૩ સેકન્ડના વહેલા-મોડામાં મોતનો ભેટો ટળ્યો, ૩ લોકોનો આબાદ બચાવ

0
252
Jamnagar Shock-wave
Jamnagar Shock-wave

Jamnagar Shock-wave: “રોડ પર નીકળતા પહેલા ચેતજો! તંત્રને કદાચ તમારા જીવની કોઈ પડી નથી!” જામનગરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિના રવાડા ઊભા થઈ જાય. જામનગરના રણજીતસાગર રોડ પર ભારે પવનના કારણે એક વિશાળકાય પ્રાઇવેટ સ્કૂલનું LED હોર્ડિંગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. સદનસીબે, માત્ર ૨ થી ૩ સેકન્ડના અંતરે યમરાજનો ભેટો થતા થતા રહી ગયો અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ. આ સમગ્ર ઘટનાનો કાળજું કંપાવી દેનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે.

Jamnagar Shock-wave

Jamnagar Shock-wave: ટુ-વ્હીલર ચાલકની સમયસૂચકતાએ ૩ જિંદગીઓ બચાવી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે સમયે આ વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યું, બરાબર તે જ સેકન્ડે રસ્તા પરથી એક બાઈક/સ્કૂટર પર ત્રણ વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. અચાનક જ હોર્ડિંગને હવામાં જોખમી રીતે હલતું જોઈને ચાલકે ગજબની સ્ફૂર્તિ અને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. બ્રેક વાગવાની સાથે જ ગણતરીની સેકન્ડોમાં આ ભારેખમ LED હોર્ડિંગ ધડાકાભેર રોડ પર પટકાયું હતું.

માત્ર થોડા ફૂટનું જ અંતર રહ્યું: જો ટુ-વ્હીલર ચાલકે બ્રેક મારવામાં એક સેકન્ડની પણ વિલંબ કર્યો હોત, તો આ આખું હોર્ડિંગ સીધું તેમની માથે પડત. પડી ગયેલા હોર્ડિંગ અને બાઈક વચ્ચે માત્ર થોડાક જ ફૂટનું અંતર હતું. આ જોનારા લોકોના મોંમાંથી બસ એક જ શબ્દ નીકળ્યો કે, રામ રાખે તેને કોણ ચાખે!’ 3 લોકો જિંદગી અને મોતના ખેલમાં માત્ર ૩ સેકન્ડથી જીતી ગયા.

Jamnagar Shock-wave: રસ્તા પર ચક્કાજામ, ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી

આ અકસ્માતને પગલે રણજીતસાગર રોડ પર ગ્રીન સિટીની આગળ અને ભાનુ પેટ્રોલિયમની સામે ભારે અફરાતફરી મચી ગઈ હતી. એલ્યુમિનિયમ અને લોખંડના આ વિશાળ હોર્ડિંગના કારણે રસ્તાની બંને બાજુ કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

સ્થાનિકો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરાતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ગેસ કટર વડે હોર્ડિંગના ભારે લોખંડના ભાગોને કાપીને રસ્તાની એક બાજુ ખસેડ્યા હતા અને કલાકોની જહેમત બાદ વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.

Jamnagar Shock-wave: ચોંકાવનારો ખુલાસો: હોર્ડિંગ મનપાની સત્તાવાર મંજૂરીથી જ લગાવાયું હતું!

સામાન્ય રીતે આવા ગેરકાયદેસર હોર્ડિંગ્સ તૂટી પડતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ચોંકાવનારી વિગત સામે આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા જામનગર મહાનગરપાલિકાના (મનપા) સ્ટાફે જણાવ્યું કે, આ હોર્ડિંગ તદ્દન કાયદેસર હતું!

  • મંજૂરીનો સમયગાળો: તા. 04/04/2026 થી તા. 01/06/2026 સુધી.
  • તંત્રની સત્તાવાર રસીદ: મનપા પાસે આ હોર્ડિંગ માટેની સત્તાવાર રસીદ અને મંજૂરીપત્ર પણ ઉપલબ્ધ હતું.

Jamnagar Shock-wave: જનતામાં ભારે આક્રોશ: મંજૂરી આપતા પહેલા સેફ્ટી ચેક કેમ નહીં?

ભલે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈ ખાનગી મિલકતને નુકસાન નથી થયું, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ભરચક રોડ પર આટલું મોટું હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપતી વખતે તેની મજબૂતાઈ અને ‘સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી’ કેમ તપાસવામાં ન આવી? જો આજે ૩ લોકોના મોત થયા હોત તો આ કાયદેસરની રસીદ બતાવીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શક્યું હોત ખરું?

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ફાઇનલ પહેલાં અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા 5 ગઠિયા ઝડપાયા, 4 ગણા ભાવે વેચવાનો હતો પ્લાન!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે