HomeGujaratDhara Kadivar Murder Case: જૂનાગઢના ચકચારી 'ધારા કડીવાર' હત્યા કેસમાં 5 આરોપીઓને...

Dhara Kadivar Murder Case: જૂનાગઢના ચકચારી ‘ધારા કડીવાર’ હત્યા કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ, પ્રેમિકાની હત્યા કરી લાશ સળગાવી દેનાર ભૂવાજીનો થયો પર્દાફાશ

Dhara Kadivar Murder Case: રાજ્યભરમાં ચકચારી બનેલા અને ફિલ્મી સ્ક્રિપ્ટને પણ ટક્કર આપે તેવા ૨૨ વર્ષીય ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી સુરજ સોલંકી ઉર્ફે ‘ભૂવાજી’ સહિત કુલ ૫ આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કારાવાસની સજા ફટકારી છે, જ્યારે પુરાવાના અભાવે ૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

Dhara Kadivar Murder Case

Dhara Kadivar Murder Case: શું હતો સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી ૨૨ વર્ષીય ધારા કડીવાર જૂનાગઢના સુરજ સોલંકી (ભૂવાજી)ના સંપર્કમાં આવી હતી. સુરજ પરિણીત અને બે સંતાનનો પિતા હોવા છતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને તેઓ અલગ મકાન ભાડે રાખી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. સમય જતાં બંને વચ્ચે ઝઘડાઓ વધતા ગયા, જેના કારણે સુરજે ધારાને કાયમ માટે રસ્તામાંથી દૂર કરવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું.

Dhara Kadivar Murder Case

Dhara Kadivar Murder Case: ફિલ્મી ઢબે રચાયેલું ષડયંત્ર અને હત્યા

આરોપીઓએ હત્યા માટે બે પ્લાન તૈયાર કર્યા હતા. જૂન ૨૦૨૨માં સુરજ ધારાને હાઈકોર્ટના કેસના બહાને અમદાવાદ લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં ચોટીલા નજીક પોતાની વાડીએ લઈ જઈને ગળેટૂંપો આપી ધારાની હત્યા કરી નાખી અને બાદમાં લાશને સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો.

પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ અનેક પેંતરા રચ્યા હતા:

  • ખોટી ઓળખ: આરોપીએ ધારાનો દુપટ્ટો અન્ય વ્યક્તિને પહેરાવી સીસીટીવીમાં તે જીવિત હોવાનો ભ્રમ પેદા કર્યો હતો.
  • ફેક ચેટ્સ: મૃતક ધારાના ફોનનો ઉપયોગ કરી મુંબઈથી ખોટા મેસેજ મોકલી તે ઘર છોડીને જતી રહી હોવાની વાર્તા બનાવી હતી.
  • પોલીસને ગેરમાર્ગે દોરવા: આરોપીઓ પોતે પોલીસ સ્ટેશને જઈને ધારા ગુમ થયાની અરજીઓ આપીને પોલીસને લાંબો સમય અંધારામાં રાખ્યા હતા.
Dhara Kadivar Murder Case

Dhara Kadivar Murder Case: કેવી રીતે ખૂલ્યો ભેદ?

ધારાના પરિવારે સતત તપાસની માંગ કરતા અને હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરતા પોલીસે ફરી તપાસ હાથ ધરી હતી. પીએસઆઈ વિરમભાઈ પરમાર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ (CDR) અને આરોપીઓના નિવેદનોમાં રહેલી વિસંગતતાઓને પકડી પાડી હતી. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓ ભાંગી પડ્યા હતા અને હત્યાનો સમગ્ર ગુનો કબૂલ્યો હતો.

આ કેસમાં કોર્ટનો ચુકાદો આરોપીઓના કાવતરાં અને ક્રૂરતા પર કાયદાનો વિજય માનવામાં આવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય, રથયાત્રા દરમિયાન અમદાવાદમાં વરસાદની આગાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments