Wild Animal Attack in Patan: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે અજાણ્યા વન્યપ્રાણીના હુમલાથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો જ્યારે ઊંઘમાં હતા ત્યારે અચાનક હિંસક પ્રાણીએ ઘરઆંગણે તેમજ રસ્તા પર સૂતેલા લોકો પર હુમલો શરૂ કર્યો હતો. અચાનક બનેલી ઘટનાથી ગામમાં ભાગદોડ અને ચીસાચીસ મચી ગઈ હતી.
હુમલામાં ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અનેક લોકોના માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
Wild Animal Attack in Patan: 17 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

હુમલા બાદ ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે સાંતલપુર CHC ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, કુલ 17 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. તેમાંથી ત્રણ લોકોની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વધુ સઘન સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
Wild Animal Attack in Patan: વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ વૌવા ગામ ખાતે પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ શરૂ કરી હતી. હુમલાખોર પ્રાણીની ઓળખ કરવા માટે ઘટનાસ્થળેથી પગમાર્ક લેવામાં આવ્યા છે.
સ્થાનિક ગ્રામજનો પાસેથી પણ સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે. કયા પ્રકારના વન્યપ્રાણીએ હુમલો કર્યો અને તે હાલમાં ક્યાં છે તે અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Wild Animal Attack in Patan: ગ્રામજનોમાં ભયનો માહોલ

મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં વન્યપ્રાણીના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. વન વિભાગની ટીમ દ્વારા હુમલાખોર પ્રાણીની ઓળખ અને તેની હિલચાલ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
Wild Animal Attack in Patan: સાંતલપુર CHC ખાતે સારવાર મેળવનાર ઈજાગ્રસ્તો
- ગલાલબેન શંકરભાઈ ઠાકોર
- રામાભાઈ કેસાભાઈ ઠાકોર
- ભચીબેન વાલાભાઈ આહીર
- ગીતાબેન જગદીશભાઈ બોરીચા
- સાહીલભાઈ લક્ષમણભાઈ આહીર
- વજાભાઈ ભચાભાઈ આહીર
- સંતોકબેન બાબુભાઈ કોલી
- કાંતિભાઈ જીવનભાઈ કોલી
- પ્રભુભાઈ વજાભાઈ કોલી
- રૈયાભાઈ આલાભાઈ આહીર
- ગૌસ્વામી હરદીપ પુરી ભગવાન પુરી
- રતીબેન માદેવભાઈ આહીર
- લખુબેન સતાભાઈ રબારી
- નોઘાભાઈ વિહાભાઈ કોલી
- વિપુલભાઈ કમાભાઈ કોલી
- ગીતાબેન ભરથભાઈ આહીર
- વેલાભાઈ ખોડાભાઈ રબારી
હાલ ત્રણ ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. વન વિભાગ દ્વારા હુમલો કરનાર પ્રાણીની ઓળખ અને તેને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની મોડી પહોંચતા શરૂઆતમાં એન્ટ્રી ન મળી; માતા રડતાં-રડતાં બેભાન થઈ, બાદમાં સંચાલક દ્વારા પ્રવેશ અપાયો

