PatanCrime:પાટણ શહેરમાં વ્યાજખોરોના આતંકની એક અત્યંત કરુણ અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ઘરખર્ચ માટે લીધેલી માત્ર 5 હજાર રૂપિયાની રકમની ઉઘરાણી માટે એક વ્યાજખોરે મહિલા પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને જીવતી સળગાવી દેતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝેલી 35 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.

PatanCrime:શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક પિંકીબેન પટણીએ ઘરખર્ચ માટે આરોપી બાબુભાઈ રાવળ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. સમય જતાં, જ્યારે નાણાં ચૂકવવામાં વિલંબ થતાં પિંકીબેને વ્યાજખોર પાસે નાણાં ચૂકવવા માટે થોડી વધુ મુદ્દત માંગી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા વ્યાજખોર બાબુભાઈ રાવળે પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી.
આ ગોઝારી ઘટનામાં પિંકીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે આરોપી બાબુભાઈ રાવળ પણ આ આગની ઝપેટમાં આવતા પોતે 40 ટકા જેટલો દાઝી ગયો હતો.
PatanCrime:પોલીસની સઘન કાર્યવાહી અને કેસનો વળાંક
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિંકીબેનનું મૃત્યુ નીપજ્યું છે. આ મામલે પોલીસે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકનું ‘ડાઇંગ ડિકલેરેશન’ (મરતી વખતે આપેલું નિવેદન) નોંધ્યું હતું.
શરૂઆતમાં નોંધાયેલા ગુનામાં પોલીસે હવે ગંભીર કલમોનો ઉમેરો કરી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું મેગા ઓપરેશન: સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઈસમો ઝડપાયા




