HomeGujaratBrazen Bike Theft in Rajkot: મોરબી રોડ પર બાઈક ચોરીનો સીસીટીવી વીડિયો...

Brazen Bike Theft in Rajkot: મોરબી રોડ પર બાઈક ચોરીનો સીસીટીવી વીડિયો વાયરલ, ચોરે ગણતરીની સેકન્ડોમાં વાહન ઉઠાવ્યું

Brazen Bike Theft in Rajkot: રાજકોટ શહેરમાં વાહન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો મોરબી રોડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં જકાતનાકા પાસે આવેલી ‘કિસાન હાર્ડવેર’ની દુકાન બહાર પાર્ક કરેલું બાઈક તસ્કરો દ્વારા ચોરી લેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

Brazen Bike Theft in Rajkot: સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટના

Brazen Bike Theft in Rajkot

 આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક શખ્સ ખૂબ જ આસાનીથી બાઈક પાસે પહોંચે છે. આસપાસની અવરજવર છતાં પણ કોઈ પણ જાતના ડર વગર ચોરે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને બાઈક ચાલુ કર્યું હતું અને પળવારમાં તે લઈને ફરાર થઈ ગયો હતો.

Brazen Bike Theft in Rajkot: પોલીસ તપાસ શરૂ

 દિવસના સમયે જાહેરમાં બનેલી આ ચોરીની ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. દુકાનદાર અને આસપાસના લોકોએ આ મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોરને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટના બાદ મોરબી રોડ વિસ્તારમાં સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી છે.

વધુ સમાચાર વાંચવા મેટ અંહી ક્લિક કરો: પાટણમાં વ્યાજખોરનો આતંક: 5 હજારની ઉઘરાણી માટે મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments