HomeGujaratTragedy in Vadodara: ૧૫ વર્ષના લગ્નજીવનનો કરુણ અંત, પતિએ પત્ની પર કટરથી...

Tragedy in Vadodara: ૧૫ વર્ષના લગ્નજીવનનો કરુણ અંત, પતિએ પત્ની પર કટરથી હુમલો કરી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

Tragedy in Vadodara: વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા ઘરકંકાસના કારણે એક પતિએ પોતાની પત્ની પર કટર વડે જીવલેણ હુમલો કર્યા બાદ પોતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

Tragedy in Vadodara

Tragedy in Vadodara: ઘટનાનો ક્રમ

રવિવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં પ્રદીપ કિશનરાવ ગાંગુડે અને તેમની પત્ની જ્યોતિબેન વચ્ચે કોઈ બાબતે ગંભીર ઝઘડો થયો હતો. આ દરમિયાન પ્રદીપે બંને બાળકોને એક રૂમમાં પૂરી દઈને પત્ની પર કટરથી હુમલો કર્યો હતો. હુમલામાં જ્યોતિબેનને ગળા, આંખ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પત્નીને લોહીલુહાણ કર્યા બાદ પ્રદીપે ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

Tragedy in Vadodara

Tragedy in Vadodara: પુત્રની સમયસૂચકતા અને પાડોશીઓની મદદ

ઘટના સમયે રૂમમાં બંધાયેલા પુત્રએ હિંમત દાખવી પોતાના દાદાને ફોન કરીને માતા પર થયેલા હુમલાની જાણ કરી હતી. બીજી તરફ, બાળકોની બૂમાબૂમ સાંભળીને આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. લોકોએ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, પરંતુ જ્યારે તેમણે ઘરની બારીનો કાચ તોડીને અંદર જોયું, ત્યારે પ્રદીપ ગાંગુડે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

Tragedy in Vadodara: હોસ્પિટલમાં સારવાર હેઠળ પત્ની

ગંભીર રીતે ઘાયલ જ્યોતિબેનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ બેભાન અવસ્થામાં છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.

પોલીસ તપાસ શરૂ

પ્રાથમિક તપાસ મુજબ, આ દંપતીના લગ્ન ૧૫ વર્ષ પહેલાં થયા હતા અને બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. કપૂરાઈ પોલીસે જ્યોતિબેનના પિતાની ફરિયાદના આધારે મૃતક પ્રદીપ ગાંગુડે વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મહેસાણાના ખેરવામાં ધોળા દિવસે સનસનાટી, વેપારીને છરો મારી ૧.૫૦ લાખ રોકડ અને ૧૦ તોલા સોનું લૂંટાયું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments