Home State Gujarat Viral Stunt Video Backfires: સ્ટંટબાજી ભારે પડી: વાયરલ વીડિયો બાદ પોલીસની કાર્યવાહી,...

Viral Stunt Video Backfires: સ્ટંટબાજી ભારે પડી: વાયરલ વીડિયો બાદ પોલીસની કાર્યવાહી, માજીની સ્કોર્પિયો કાર ડિટેઈન

0
114
Viral Stunt Video Backfires:
Viral Stunt Video Backfires:

Viral Stunt Video Backfires: સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા માજીનો વીડિયો વાયરલ થયા બાદ, એ-ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે માજીને મદદ કરનાર યુવકની પૂછપરછ કરી છે અને જે સ્કોર્પિયો કારમાં સ્ટંટ કરવામાં આવ્યા હતા, તે કારને પોલીસ સ્ટેશને ડિટેઈન કરી લેવામાં આવી છે.

Viral Stunt Video Backfires: શું હતો સમગ્ર મામલો?

ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ મહિલા (માજી) નો કાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળતું હતું કે કાર ચલાવતી વખતે માજીએ કેટલાક જોખમી સ્ટંટ કર્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી.

Viral Stunt Video Backfires: પોલીસની કાર્યવાહીના મુખ્ય મુદ્દા:

Viral Stunt Video Backfires
  • કારની ધરપકડ: જે સ્કોર્પિયો કારમાં સ્ટંટ કરવામાં આવ્યા હતા, તે કારને એ-ડિવિઝન પોલીસે કબજે કરી છે.
  • ડ્રાઈવરની ઓળખ: તપાસમાં સામે આવ્યું છે કે માજીના કહેવાથી ઘનશ્યામસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ કાર ચલાવી રહ્યા હતા.
  • માલિકીની વિગત: જે સ્કોર્પિયો કાર ડિટેઈન કરવામાં આવી છે, તેના માલિક ઘનશ્યામસિંહના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ છે.
  • કાયદેસરના પગલાં: મોટર વહીકલ એક્ટની કલમ-207 હેઠળ પોલીસ દ્વારા RTOનો મેમો ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કાર પર કાળા કાચ હોવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા કે જોખમી સ્ટંટ કરનારા કોઈપણ વ્યક્તિ સામે આવી કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બનાસકાંઠામાં નકલી ઘીનો કારોબાર ઝડપાયો: લાખોનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો સામે ગુનો દાખલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે