HomeGujaratMajor Seizure in Banaskantha: બનાસકાંઠામાં નકલી ઘીનો કારોબાર ઝડપાયો: લાખોનો મુદ્દામાલ જપ્ત,...

Major Seizure in Banaskantha: બનાસકાંઠામાં નકલી ઘીનો કારોબાર ઝડપાયો: લાખોનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો સામે ગુનો દાખલ

Major Seizure in Banaskantha:  બનાસકાંઠા જિલ્લામાં તહેવારોની સીઝન પહેલા જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસ તંત્ર સક્રિય થયું છે. પાલનપુર SOG (Special Operations Group) પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ડીસા, છાપી અને ગઢ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં અખાધ્ય અને શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Major Seizure in Banaskantha: શું હતી સમગ્ર ઘટના?

પોલીસને મળેલી બાતમીના આધારે, ડીસાના કાપડી વાસમાં રહેતા રવિકુમાર પંચીવાલાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી જથ્થાબંધ નકલી ઘી મળી આવ્યું હતું. આ દરોડામાં પોલીસે કુલ 6,40,552 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Major Seizure in Banaskantha: કેટલો જથ્થો ઝડપાયો?

Major Seizure in Banaskantha

પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:

  • નાના-મોટા ડબ્બાઓ (અખાધ્ય ઘી): 2334 નંગ
  • 15 કિલોના મોટા ડબ્બા: 19 નંગ
  • પ્લાસ્ટિકના પાઉચ: 120 નંગ

પોલીસની કાયદેસરની કાર્યવાહી

આ મામલે ડીસા દક્ષિણ પોલીસે રવિ પંચિવાલા અને હિતેશ મહેસુરીયા નામના બે શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ નકલી ઘી બજારમાં વેચાણ માટે તૈયાર કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે હાલ આ જથ્થાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જેથી તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલા મિશ્રણ વિશે વધુ સ્પષ્ટતા થઈ શકે.

આ કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અજાણ્યા કે શંકાસ્પદ સ્થળોએથી સસ્તા ભાવે મળતા ઘી કે અન્ય ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે સાવચેતી રાખે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વરસાદી આગાહીઓનો વિવાદ: ‘વિજ્ઞાન જાથા’ના આકરા પ્રહાર, અંબાલાલ પટેલે કરી આગાહીથી દૂર રહેવાની જાહેરાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments