Home State Gujarat Pre-Monsoon Rain Lashes Gujarat: ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી, અમદાવાદ સહિત...

Pre-Monsoon Rain Lashes Gujarat: ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદ

0
401
Pre-Monsoon Rain Lashes Gujarat
Pre-Monsoon Rain Lashes Gujarat

Pre-Monsoon Rain Lashes Gujarat: હવામાન વિભાગની સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન સિસ્ટમ ધમાકેદાર રીતે ઊભી થઈ છે. ૩૧ મેની મધરાતે ૧૨ વાગ્યા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર વાવાઝોડું, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે. જો કે, આ તોફાની પવનના કારણે અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની ચેતવણી આપી છે.

“Pre-Monsoon Rain Lashes Gujarat: મહીસાગરમાં મધરાતે તોફાન: પોલીસ બની દેવદૂત

Pre-Monsoon Rain Lashes Gujarat

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ઉપરાંત ખાનપુર, સંતરામપુર, ગોધર અને કડાણા સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મધરાત બાદ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના માર્ગ પર અને મલેકપુર-કડાણા હાઈવે પર વિશાળ વૃક્ષો રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી પડ્યો હતો.

પોલીસની પ્રશંસનીય કામગીરી: હાઈવે બ્લોક થવાની ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડા અને તેમના સ્ટાફે જેસીબી (JCB) મશીનની રાહ જોયા વિના, જાતે જ ભારે જહેમત ઉઠાવીને રસ્તા પરથી વૃક્ષો હટાવ્યા હતા અને ટૂંક જ સમયમાં હાઇવે ફરી ધમધમતો કર્યો હતો. સ્થાનિકોએ પોલીસની આ ત્વરિત કામગીરીને ભારે બિરદાવી હતી.

“Pre-Monsoon Rain Lashes Gujarat: રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ

Pre-Monsoon Rain Lashes Gujarat
  • સુરત અને જૂનાગઢ: સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થતાં રોડ પર પાણી વહેતાં થયા હતાં. બીજી તરફ, જૂનાગઢના દાતાર પર્વત ઉપર વરસાદી માહોલ જામતા પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણતા જોવા મળ્યાં હતાં.
  • અરવલ્લી: જિલ્લામાં વીજળીના કડાકા સાથે અંદાજે દોઢ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
  • સાબરકાંઠા (હિંમતનગર): રાત્રે વાવાઝોડા સાથે જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
  • બનાસકાંઠા: ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે હાઇવે પર પસાર થતા ખુલ્લા વાહનચાલકોને પોતાનો સામાન ઢાંકવાની ફરજ પડી હતી.
  • સૌરાષ્ટ્ર (અમરેલી/ગીર સોમનાથ): રાજુલા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અને ઉના તાલુકામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જો કે, ઉના પંથકમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

“Pre-Monsoon Rain Lashes Gujarat: અમદાવાદમાં IPL ફાઇનલ પર મેઘરાજાનું જોખમ

Pre-Monsoon Rain Lashes Gujarat

આ આકાશી આફતની સૌથી મોટી અસર રમત જગત પર પડવાની આશંકા સેવાઈ રહી છે. આજે (૩૧ મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને બેંગલુરુ વચ્ચે IPLની મહાફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે.

Pre-Monsoon Rain Lashes Gujarat

હવામાન વિભાગે મેચના સમયે જ અમદાવાદમાં તેજ પવન અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બનશે તો કરોડો ક્રિકેટ રસિયાઓની મજા બગડી શકે છે.

Pre-Monsoon Rain Lashes Gujarat

આગામી ૫ દિવસ એલર્ટ મોડ

હવામાન વિભાગ દ્વારા આગામી ૪ જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની જાહેરાત કરાઈ છે. આથી સ્ટેડિયમ સત્તાધીશો સહિત વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદીઓ માટે જબરદસ્ત ખુશખબર! ફાઈનલ મેચ માટે BRTS દોડાવશે 52 સ્પેશિયલ બસો, મોડી રાત સુધી મળશે સુવિધા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે