Kalol : કલોલમાં ઝાડા-ઉલટીના કેસમાં વધારો, જિલ્લા કલેક્ટરે કલોલની મુલાકાત લીધી

0
1

Kalol: કલોલ શહેરના પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીના કારણે ફરીથી ઝાડા ઉલટીના રોગચાળામાં સપડાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના 120થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જો કે ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોતા કેસની સંખ્યામાં થઇ રહેલો વધારો ભારે ચિંતાજનક વર્તાઇ રહ્યો છે.

Kalol: પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીથી ઝાડા-ઉલટીના કેસ, કલેક્ટરએ કલોલની મુલાકાતે

કલોલ પૂર્વમાં દુષિત પાણી આવવાને કારણે ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના ૧૦૬થી વધુ કેસ નોંધાયા છે. આ દર્દીઓને ખાનગી તેમજ સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી છે. ઝાડા ઉલટીના કેસને કારણે રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે  જિલ્લા કલેકટર મેહુલ કે. દવેએ કલોલ (Kalol)ના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક આવશ્યક પગલાં ભરવા જણાવ્યું છે.

જિલ્લા કલેક્ટરએ કલોલ પહોંચીને સંબંધિત અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને ઝાડા ઉલટીના કેસો મળવાના કારણોની ચર્ચા કરી હતી તેમજ આ સંદર્ભે થઈ રહેલી આરોગ્યલક્ષી કામગીરી, સર્વેલન્સની કામગીરી તેમજ અટકાયતી પગલા સંદર્ભે જાત માહિતી મેળવી સંબંધિતોને સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ દર્દીઓની પણ મુલાકાત લઈ તેમની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. (VR – Kalol)

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे