NITISH KUMAR : નીતીશે કહ્યું હવે તમને છોડીને નહિ જાઉં, વડાપ્રધાન મોદી સ્ટેજ પર જ ખડખડાટ હસી પડ્યા  

0
268
NITISH KUMAR
NITISH KUMAR

NITISH KUMAR :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં ઘણા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નીતીશે ભાષણમાં એવી વાત કહી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, ‘તમે પહેલાં પણ અહીં આવ્યા હતા, પણ હું ગાયબ થઈ ગયો હતો. જોકે હવે હું આશ્વાસન આપું છું કે, હવે તમારી સાથે જ રહીશ, આમતેમ નહીં જઉં.

NITISH KUMAR

નીતીશ કુમારે (Nitish Kumar) સંબોધનમાં વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘હાલ જે ઘણા કામો ચાલી રહ્યા છે, તેને તેઓ ઝડપથી આગળ વધારશે.’ પીએમ મોદી (PM Narendra Modi) હસવા લાગ્યા. ત્યારે નીતીશે હસીને કહ્યું કે, ‘તમે અહીં આવ્યા છો, તે અમારા બધા માટે ખુશીની વાત છે. તમે પહેલા પણ આવ્યા હતા, પરંતુ અહીં અમે ગાયબ થઈ ગયા હતા. અમે તમને આશ્વાસન આપીએ છીએ કે, હવે હું આમ-તેમ જવાનો નથી, અમે રહીશું તો તમારી સાથે જ રહીશું.

 NITISH KUMAR  : પીએમ મોદી અને રાજ્યપાલ હસ્યાં 

NITISH KUMAR


નીતિશે પીએમ મોદીને કહ્યું કે આ વખતે તેઓ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો પર જીત મેળવશે. જ્યારે નીતીશે આ વાતો કહી તો સ્ટેજ પર હાસ્યનું મોજું ફરી વળ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હસવું રોકી શક્યા નહીં.

NITISH KUMAR  : 20 મહિના બાદ પીએમ મોદી બિહારની મુલાકાતે 

NITISH KUMAR


20 મહિના બાદ બિહારની મુલાકાતે આવેલા પીએમ મોદીએ શનિવારે ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પોતાના ભાષણ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે બિહારમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો. નીતીશે કહ્યું કે, પીએમ મોદી બિહાર આવ્યા છે તેનાથી હું ખુશ છું. તેઓ હવે આવતા-જતા રહેશે. પીએમ મોદીની રેલીમાં લાખો લોકો આવ્યા છે. હું ખૂબ ખુશ છું. રેલવે, માર્ગ નિર્માણ અને નમામિ ગંગેની મહત્વની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

NITISH KUMAR  : પીએમ મોદી 400 બેઠકો જીતશે 

NITISH KUMAR


આરજેડી પર નિશાન સાધતા નીતિશે કહ્યું કે તમે જાણો છો કે 2005 પહેલા બિહારમાં શું થતું હતું. કોઈ વાંચતું ન હતું. અમે 2005થી ભાજપ સાથે છીએ. બિહાર ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક જણ સાથે મળીને કામ કરે અને દરેક જણ સમૃદ્ધ થાય. દરેકની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ, લોકોએ આગળ વધવું જોઈએ. નીતીશે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે પીએમ મોદી આગળ પણ બિહાર આવતા રહેશે. જે લોકો આમતેમ ફરી રહ્યા છે, ત્યાં ક્યાંય કશું થવાનું નથી. મોદી 400 બેઠકો જીતશે.

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો