India vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલાં સૌથી મોટો સવાલ એ છે કે અભિષેક શર્મા સાથે ઓપનિંગની જવાબદારી કોણ સંભાળશે—વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન? કેપ્ટન શ્રેયસ અય્યરને પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સીધો સવાલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું કે બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને નિર્ણય લેવો મુશ્કેલ છે.
India vs Afghanistan: ભારતનું પલડું ભારે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનનો ભારત સામેનો રેકોર્ડ નબળો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 2 ટેસ્ટ, 7 વનડે અને 9 T20 સહિત કુલ 18 મેચ રમાઈ છે. જેમાં ભારતે 15 મેચ જીતી છે, 2 મેચ ટાઈ રહી છે અને 1 મેચ અનિર્ણાયક રહી છે.
India vs Afghanistan: ઈશાન અને અર્શદીપ પર નજર

વર્ષ 2026માં ઈશાન કિશન ભારતના સૌથી સફળ T20 બેટર રહ્યા છે. તેમણે 23 મેચમાં 176.90ના સ્ટ્રાઈક રેટથી 812 રન બનાવ્યા છે. બોલિંગમાં અર્શદીપ સિંહે 19 મેચમાં 25 વિકેટ ઝડપી છે.
India vs Afghanistan: અફઘાનિસ્તાનને રાશિદ-ઝાદરાન પાસેથી આશા
અફઘાનિસ્તાન માટે ઇબ્રાહિમ ઝાદરાન મહત્વનો બેટર રહેશે. તેણે આ વર્ષે 7 મેચમાં 307 રન બનાવ્યા છે. બોલિંગમાં રાશિદ ખાન પર ટીમની નજર રહેશે, જ્યારે અઝમતુલ્લાહ ઉમરઝાઈએ આ વર્ષે 6 મેચમાં 11 વિકેટ ઝડપી છે.
પિચ અને હવામાન

અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. મેચ આગળ વધતા સ્પિનરોને મદદ મળવાની શક્યતા છે. દિલ્હીમાં સાંજના સમયે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે અને વરસાદની શક્યતા ઓછી છે.
સંભવિત પ્લેઇંગ-11
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન/વૈભવ સૂર્યવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝાદ્રાન, સેદીકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી (કેપ્ટન), કરીમ જનત, શરાફુદ્દીન અશરફ, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દર મહિને માત્ર ₹210ની નાની બચત ઘડપણમાં આપશે ₹60,000 વાર્ષિક પેન્શન, જાણો અટલ પેન્શન યોજનાનું સરળ ગણિત અને નિયમો

