HomeGujaratGujarat Weather Alert: ગુજરાતમાં મેઘરાજાનું જોર વધ્યું, 4 વરસાદી સિસ્ટમ સક્રિય

Gujarat Weather Alert: ગુજરાતમાં મેઘરાજાનું જોર વધ્યું, 4 વરસાદી સિસ્ટમ સક્રિય

Gujarat Weather Alert: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Gujarat Weather Alert: 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Alert

વડોદરા, અમદાવાદ, આણંદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આ સિઝનમાં વરસાદની વધુ ઘટ ધરાવતા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 14 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના વાંસદામાં સવા ત્રણ ઈંચ, જ્યારે ધરમપુર અને અંબિકા વિસ્તારમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 21 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat Weather Alert: જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ

Gujarat Weather Alert

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. દરિયામાં ભારે મોજાં ઉછળવાની શક્યતા હોવાથી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Weather Alert: નર્મદા ડેમ 93.72 ટકા ભરાયો

Gujarat Weather Alert

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી એટલે કે 93.72 ટકા પાણીનો સંગ્રહ છે. ડેમમાં 50,145 ક્યુસેક પાણીની આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે.

રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. 34 ડેમ માટે હાઈ એલર્ટ, 11 ડેમ માટે એલર્ટ અને 13 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

Gujarat Weather Alert

રાજ્યમાં સિઝનનો 75 ટકા વરસાદ

Gujarat Weather Alert

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે રાજ્યના 25 જિલ્લામાં હજુ પણ 1 ટકાથી લઈને 88 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે વરસાદની આ ઘટ પૂરી થવાની આશા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન? ,કેપ્ટન શ્રેયસ અય્યરે ઓપનિંગ અંગે સીધો જવાબ ન આપ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments