HomeGujaratVisa Fraud in Jamnagar: જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી: મહિલા સહિત...

Visa Fraud in Jamnagar: જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી: મહિલા સહિત 3 ભેજાબાજો સામે ગુનો દાખલ

Visa Fraud in Jamnagar: શહેરમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી લાખો રૂપિયા ખંખેરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. જામનગરની સીટી ‘સી’ ડિવિઝન પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visa Fraud in Jamnagar

Visa Fraud in Jamnagar: છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

આરોપીઓએ પોરબંદરની એક મહિલા અને અન્ય યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. લાલચ આપીને તેમની પાસેથી પાસપોર્ટ મેળવી લીધા હતા અને વિઝા પ્રોસેસના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં ન તો કોઈને વિદેશ મોકલ્યા, ન તો તેમના રૂપિયા કે પાસપોર્ટ પરત કર્યા.

Visa Fraud in Jamnagar: ગુનાની મુખ્ય વિગતો

  • ફરિયાદી: ઇલાબેન ગલાભાઈ જાડેજા (રહે. પોરબંદર)
  • આરોપીઓ: 1. રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર (રહે. કેદાર પાર્ક, જામનગર) 2. નિઝામ યુસુફભાઈ સમા 3. રીજવાનાબેન હમીરભાઈ સોરા
  • છેતરપિંડીની રકમ: કુલ ₹6,70,000 (ઇલાબેન પાસેથી ₹4.50 લાખ અને અન્ય સાક્ષી પાસેથી ₹2.20 લાખ)
  • પોલીસ કલમો: ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316(2), 318(4) અને 54 હેઠળ ગુનો નોંધાયો.

Visa Fraud in Jamnagar: મુખ્ય આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રકરણનો મુખ્ય આરોપી રાજેન્દ્ર રાજગોર રીઢો ગુનેગાર છે. માત્ર ત્રણ દિવસ પહેલા જ તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આવો જ અન્ય એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. જેમાં ખંભાળિયા પંથકના યુવાનોને પણ વિદેશ મોકલવાના બહાને ફસાવવામાં આવ્યા હતા.

આરોપીઓએ પાસપોર્ટ મેળવી લીધા બાદ પણ કોઈને વિદેશ મોકલ્યા નહીં અને રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો છે. હાલ પોલીસ, આ ટોળકી દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં તપાસ કરી રહી છે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડોદરાના સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments