જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત
જામનગર મનપામાં વોર્ડ નંબર 12માં બે બેઠક પર કોંગ્રેસનો અને બે બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. મહત્વુનું છે કે, ચૂંટણી પહેલા આપના અસલમ ખીલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં હાલ બંને જેલમાં બંધ હોવા છતા ચૂંટણીમાં જીત મેળવી છે. જ્યારે મહિલા ઉમેદવારોમાં આપના જેનબબેન ખફી અને કોંગ્રેસના સહારાબેન મકવાણાનો વિજય થયો છે.
નવસારી મનપામાં ભાજપનો ભગવો લહેરાયો
નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે
મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર
રાજકોટમાં કોંગ્રેસે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેનને ટિકિટ આપી હતી. વોર્ડ નંબર 2માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. નયનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.
સુરત મનપાની 56 બેઠકનું પરિણાામ જાહેર, 55 પર ભાજપની એક પર કોંગ્રેસની જીત
સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાંથી અત્યાર સુધીમાં ટોટલ 14 વોર્ડના પરિણામ જાહેર થયા છે. જેમાં એક સીટ પર કોંગ્રેસ અને બાકીની તમામ સીટો પર ભાજપનો વિજય થયો છે.
વોર્ડ નંબર 24 ભાજપ જીત
વોર્ડ નંબર 12મા ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત
વોર્ડ નંબર 21 ભાજપ જીત
વોર્ડ નંબર 1 ભાજપ જીત
વોર્ડ નંબર ચાર ભાજપ જીત
વોર્ડ નંબર 15 ભાજપ જીત
વોર્ડ નંબર 19 ભાજપ જીત
વોર્ડ નંબર 14 ભાજપ જીત
વોર્ડ નંબર 10 ભાજપ જીત
વોર્ડ નંબર 3 ભાજપ જીત
વોર્ડ નંબર 2 ભાજપ જીત
વોર્ડ નંબર 16 ભાજપ જીત
વોર્ડ નંબર 26 ભાજપ જીત વોર્ડ નંબર 18 ભાજપ જીત
વડોદરા મનપાના વોર્ડ 15ની પેનલ તૂટી, 1 બેઠક પર કોંગ્રેસની જીત
વડોદરા મનપાના વોર્ડ 15માં પેનલ તૂટી છે. 3 બેઠક ભાજપે કબજે કરી છે. જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા આશિષ જોશીનો એક બેઠક પર વિજય થયો છે. હરણી બોટકાંડ મુદ્દે વિરોધ કરતા આશિષ જોશીને સસ્પેન્ડ કરાયા હતા.
સુરત મનપામાં ભાજપની બમ્પર જીત, આપ 27 થી 4 પર આવી ગઈ
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. આગામી પાંચ વર્ષ માટે પણ સુરતીઓએ ભાજપને સત્તા સોંપી છે. મનપાની 120 બેઠકમાંથી ભાજપે 115 બેઠક કબજે કરી છે. જ્યારે 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠક પર જ સમેટાઈ ગઈ છે. તો 2021માં 0 પર રહેલી કોંગ્રેસ આ વખતે નામ માત્રની એક બેઠક જીતી છે.
15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે.
અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખાડિયાના રહીશોએ વ્યથા ઠાલવી હતી.
મનપા-નપામાં ભાજપનો દબદબો
આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત
પાલનપુર નપાના વૉર્ડ 1 માં ભાજપની પેનલ જીતી
અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી
મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6 માં ભાજપને લીડ
તારાપુર નપાના વોર્ડ 1માં ભાજપની પેનલ જીતી
લુણાવાડા નપાના વોર્ડ નંબર 5માં ભાજપની જીત
વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9 માં ભાજપની જીત
કેશોદ નપાના વૉર્ડ 1માં ભાજપની જીત
સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ
પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત
વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ
ઉમરગામ નપાના વૉર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી
ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે.
રાજકોટમાં કટ્ટર હરીફાઈ
રાજકોટમાં વૉર્ડ નંબર 16 માં કોંગ્રેસ તો વૉર્ડ નંબર 7માં ભાજપ બેલેટ પેપરની મતગણતરીમાં આગળ હોવાની જાણકારી સામે આવી છે.
વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી
વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઇ, મિતલબેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે.
Gujarat Local Body Election Results: 28 એપ્રિલ, 2026 ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહાજંગનું આજે પરિણામ છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકોમાંથી 736 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બની ચૂક્યું છે, ત્યારે બાકીની 9,269 બેઠકો પર કોનું પલડું ભારે રહેશે તે થોડી જ વારમાં સ્પષ્ટ થશે. સવારે 8 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ રહી છે.
Gujarat Local Body Election Results: સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત
રાજ્યભરના મતગણતરી કેન્દ્રો પર ‘થ્રી-લેયર’ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- એન્ટ્રી પર ચેકિંગ: ઉમેદવારો અને તેમના એજન્ટોને આઈ-કાર્ડ અને સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
- મોબાઈલ પર પ્રતિબંધ: ગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ મનાઈ છે.
- CCTV વોચ: દરેક ટેબલ પર થતી ગણતરી પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
લાઈવ અપડેટ્સ
વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી
વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઇ, મિતલબેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે.
વડોદરામાં ભાજપનું ખાતું ખુલ્યું
વડોદરાના સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો.
રાજકોટથી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ
રાજકોટ મનપાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર આગળ
આમોદ નપાના વૉર્ડમાં કોંગ્રેસ વિજયી
આમોદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા.
ગુજરાત કોલેજ પર વિવાદ, ભાજપના કાર્યકરો બગડ્યાં
અમદાવાદમાં ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્ર પર વિવાદ થયો છે. ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખેસ પહેરીને આવતા ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પોલીસ સામે પક્ષપાત કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
રાજકોટના વોર્ડ 10તી 12ની મતગણતરી એવીપીટી કોલેજમાં, RJ આભાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
રાજકોટ વોર્ડ નંબર 10, 11 અને 12ની મતગણતરી એવીપીટી કોલેજ ખાતે થશે. આ પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપના ઘનશ્યામ હેરભા, જ્યોત્સના ટીલાળા અને કોંગ્રેસના ભાર્ગવીબા અને આર. જે. આભાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ટૂંક સમયમાં જ મત પેટી ખુલ્યા બાદ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
અમદાવાદ જિલ્લાના ગઢમાં પણ ‘કમળ’
૧. વિરમગામ નગરપાલિકા
હાર્દિક પટેલના મતક્ષેત્ર વિરમગામમાં ભાજપે સત્તામાં વાપસી કરી છે.Visa Fraud in Jamnagar:
- બેઠકો: ૩૬માંથી ૧૯ બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી લીધી છે.
- ૧૩ બેઠકો બિનહરીફ જીત્યા બાદ આજે વધુ ૬ બેઠકો પર કમળ ખીલ્યું છે.
૨. ધોળકા નગરપાલિકા
ધોળકામાં પણ વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
- પરિણામ: ૩૬ બેઠકોમાંથી ભાજપે ૨૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે.
- ૧૧ બેઠકો બિનહરીફ થયા બાદ આજે વધુ ૧૦ બેઠકો ભાજપના ફાળે ગઈ છે.




