Home Desh Ganga Expressway: હાઈવે પર અકસ્માત થતા જ AI એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી...

Ganga Expressway: હાઈવે પર અકસ્માત થતા જ AI એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ‘ડિજિટલ કોરિડોર’ બનશે ગંગા એક્સપ્રેસ-વે

0
270
Ganga Expressway
Ganga Expressway

Ganga Expressway: ઉત્તર પ્રદેશમાં બની રહેલો ગંગા એક્સપ્રેસ-વે માત્ર મુસાફરીનો રસ્તો જ નહીં, પરંતુ એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો અદભૂત સંગમ સાબિત થવા જઈ રહ્યો છે. આ હાઈવે ભારતનો સૌથી મોટો ડિજિટલ અને એનર્જી કોરિડોર તરીકે ઉભરી આવશે.

Ganga Expressway

Ganga Expressway: AI રાખશે ત્રીજી આંખ: અકસ્માત સમયે ‘રેડ એલર્ટ’

આ એક્સપ્રેસ-વેની સૌથી મોટી ખાસિયત તેની સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) છે.

  • ઓટોમેટિક મદદ: જો કોઈ વાહન અકસ્માતનો ભોગ બનશે કે ખોટી દિશામાં આવશે, તો AI સિસ્ટમ વોર રૂમમાં તુરંત રેડ એલર્ટ મોકલશે.
  • નજર હેઠળ વાહન: જો હાઈવે પર કોઈ પણ વાહન ૨ મિનિટથી વધુ ઉભું રહેશે, તો AI તેનું લોકેશન સીધું પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે. એટલે કે મદદ માટે મુસાફરોએ ફોન કરવાની પણ રાહ નહીં જોવી પડે.

Ganga Expressway: ડિજિટલ ક્રાંતિ: ૫૧૯ ગામોમાં 5G નેટવર્ક

ગંગા એક્સપ્રેસ-વેની નીચે ૨ મીટર પહોળો યુટિલિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે.

  • ખોદકામમાંથી મુક્તિ: ભવિષ્યમાં ઈન્ટરનેટ કેબલ કે પાઈપલાઈન નાખવા માટે હાઈવે ખોદવાની જરૂર નહીં પડે.
  • ગામડાઓ હાઈટેક બનશે: બિછાવવામાં આવેલા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી યુપીના ૫૧૯ ગામોને હાઈ-સ્પીડ 5G કનેક્ટિવિટી મળશે. આ સાથે જ PM ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ ગેસ પાઈપલાઈન દ્વારા સસ્તું ઈંધણ પણ પૂડું પાડવામાં આવશે.

Ganga Expressway: ગ્રીન હાઈવે: કચરામાંથી કંચન

પર્યાવરણની જાળવણી માટે એન્જિનિયરોએ આ પ્રોજેક્ટમાં અનોખો પ્રયોગ કર્યો છે:

  • વેસ્ટ મેનેજમેન્ટ: નિર્માણમાં આશરે ૭૦ લાખ ટન ફ્લાય એશ (કોલસાની રાખ)નો ઉપયોગ થયો છે, જેનાથી ૧૨૦ લાખ ઘન મીટર ફળદ્રુપ માટીનો બચાવ થયો છે.
  • ૧૮ લાખ વૃક્ષો: હાઈવેની બંને બાજુ વિશાળ સંખ્યામાં વૃક્ષો વાવીને ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Ganga Expressway: વર્લ્ડ રેકોર્ડ અને સુરક્ષા

આ એક્સપ્રેસ-વેએ નિર્માણ દરમિયાન જ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. માત્ર ૨૪ કલાકમાં ૧૦.૩ કિમી લાંબો કોંક્રિટ ક્રેશ બેરિયર બનાવવામાં આવ્યો છે. આ બેરિયર ૧૨૦ કિમીની ઝડપે દોડતા વાહનોની ટક્કર ઝીલવા માટે પણ સક્ષમ છે, જે મુસાફરીને અત્યંત સુરક્ષિત બનાવશે.

સારાંશ: ગંગા એક્સપ્રેસ-વેની ઝલક

વિશેષતાવિગત
સિસ્ટમAI આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ
ડિજિટલ5G નેટવર્કથી સજ્જ ૫૧૯ ગામો
પર્યાવરણ૭૦ લાખ ટન વેસ્ટનો ઉપયોગ, ૧૮ લાખ વૃક્ષો
સુરક્ષાહાઈ-સ્પીડ ક્રેશ બેરિયર (વર્લ્ડ રેકોર્ડ)

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી: મહિલા સહિત 3 ભેજાબાજો સામે ગુનો દાખલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે