HomeGujaratજેતપુરમાં અઢી વરસની બાળકીની હત્યા

જેતપુરમાં અઢી વરસની બાળકીની હત્યા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠે આવેલ જનકલ્યાણ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે બાળકીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી CCTV ફૂટેજના આધારે શકમંદોની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીના પિતા અને પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂના નશામાં આરોપીએ બાળકીની હત્યા નિપજાવી છે તેને ફાંસીની સજા જ થવી જોઇએ.રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં સાળીના કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના વતની પંકજ કુમાર અને તેમના પત્ની કારખાનામાં કામ કરતા હતા દરમિયાન સાંજના 5 વાગ્યા આસપાસ બાળકી નજીકમાં ભાગ લેવા ગયેલ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ નામના શખ્સની દાનત બગડતા અઢી વર્ષની માસુમ બાળકી રિયાને નજીકમાં અવાવરું જગ્યાએ લઇ ગયો હતો જો કે બાળકી સાથે અડપલાં કરતા સમયે બાળકી બુમાબુમ કરવા લાગતા નરાધમે બાળકીને મોઢે ડૂચો દઇ ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી હતી બાદમાં બાળકીની લાશને કોથળામાં વીંટી અવાવરું સ્થળે ફેંકી દીધી હતી.કારખાનેથી પરત આવેલ બાળકી રિયાના માતા પિતાએ 5થી 7 વાગ્યા સુધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી જો કે બાળકી મળી ન આવતા તેમને આ અંગે તેમના પિતરાઈ ભાઈ તેમજ કારખાનાના માલિકને પણ જાણ કરી હતી જે બાદ CCTV કેમેરા ચેક કરતા રાજેશ ચૌહાણ નામનો શખ્સ સાંજના 5 વાગ્યા આસપાસ બાળકીને લઇ જતો નજરે પડ્યો હતો.બાદમાં પરિવારજનો પોલીસ સમક્ષ પહોંચ્યા હતા બાદમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં બાળકીને શરીરે ઇજાના નિશાન જોવા મળતા બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી શકમંદોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બાળકીના પિતા અને પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બાળકીને કોઈ જ્ઞાન હોતું નથી માટે તેને ચોકલેટ બિસ્કિટની લાલચ આપી દારૂના નશામાં ધૂત આરોપી અવાવરું જગ્યાએ લઇ ગયો હતો. CCTV ફુટેજમાં દેખાતો શખ્સ પણ બિહારનો જ વતની હોય પણ અમારે તેમની સાથે કોઈ સબંધ નથી કોઈ દુશમની નથી. કારણ વગર બાળકીની હત્યા નિપજાવી છે. આ આરોપીને ફાંસીની જ સજા થવી જોઈએ.ઉલ્લેખનીય છે કે હાલ જેતપુર પોલીસ દ્વારા હત્યારા રાજેશ ચૌહાણની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી છે. હત્યામાં અન્ય કોઈ ની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ પુછરપચ હાથ ધરી છે ત્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બાઈટ : મૃતક ના સગા

બાઈટ : પંકજ કુમાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments