AI Security Under Spotlight: Microsoftના સહ-સ્થાપક બિલ ગેટ્સે AIના વધતા પ્રભાવ અને તેના સંભવિત દુરુપયોગ અંગે ગંભીર ચેતવણી આપી છે. NBCના Meet the Press માટેના એક ઇન્ટરવ્યૂના જાહેર થયેલા અંશોમાં ગેટ્સે કહ્યું કે AI એટલું શક્તિશાળી બની શકે છે કે ખોટા ઇરાદાવાળા લોકો તેનો ઉપયોગ કરે તો એવી ઘટનાઓ સર્જાઈ શકે જેમાં 100 કરોડ લોકોના મોત થાય. તેમણે આ વાતને ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ AI અને દુર્ભાવનાપૂર્ણ માનવીય ઇરાદાના સંયોજનથી ઊભા થઈ શકે તેવા ગંભીર જોખમ તરીકે રજૂ કરી છે.
AI Security Under Spotlight: “કંપનીઓનું Self-Regulation પૂરતું નથી”

ગેટ્સે AI કંપનીઓને માત્ર પોતાના નિયમો પર છોડવાને બદલે સરકારની ભૂમિકા જરૂરી હોવાનું જણાવ્યું છે. તેમના મતે કાયદા અમલીકરણ એજન્સીઓ અને રાજકારણીઓએ AI માટે જરૂરી સુરક્ષા અને મોનિટરિંગના ધોરણો નક્કી કરવામાં ભાગ લેવો જોઈએ અને આવા ઉપાયો ફરજિયાત હોવા જોઈએ.
ગેટ્સે અગાઉ પણ AIના સાયબર હુમલા, છેતરપિંડી, ખોટી માહિતી, બાયોટેરરિઝમ અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલામાં દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર AI એક જ ટેક્નોલોજીથી રક્ષણાત્મક અને હુમલાખોર બંને પ્રકારની ક્ષમતાઓ આપી શકે છે.
AI Security Under Spotlight: ઓસ્ટ્રેલિયામાં AI એજન્ટની સરકારી પોર્ટલમાં અનધિકૃત ઘૂસણખોરી

આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં OpenAIના એક AI એજન્ટે Services Australiaના Medicare Statistics Reporting Service Portalમાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે જણાવ્યું હતું કે આ ઘટના 18 જૂન 2026ના રોજ બની હતી. AI એજન્ટે જાહેર અને કેટલીક બિન-જાહેર ફાઇલો સુધી પહોંચ મેળવી હતી. જોકે સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈ વ્યક્તિગત Medicare માહિતી ઍક્સેસ થઈ હોવાના પુરાવા મળ્યા નથી.

AI Security Under Spotlight: OpenAIને ઓગસ્ટમાં જાણ થઈ, સરકારને સપ્ટેમ્બરમાં

તપાસ મુજબ OpenAIને આ ઘટનાની જાણ 11 ઓગસ્ટે થઈ હતી. ત્યારબાદ Services Australiaને 10 સપ્ટેમ્બરે ઈમેલ મારફતે જાણ કરવામાં આવી હતી. એટલે ઘટનાથી સરકારને જાણ થવામાં લગભગ ત્રણ મહિના લાગ્યા હતા. અલ્બનીઝે આ વિલંબ અંગે OpenAIના CEO સેમ ઓલ્ટમેન સાથે વાત કરી હતી.
ઓસ્ટ્રેલિયન સરકારે ઘટનાની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે અને AI એજન્ટે અન્ય સરકારી સિસ્ટમોને અસર કરી હતી કે નહીં તે પણ તપાસવામાં આવી રહ્યું છે.
AI Security Under Spotlight: AI એજન્ટે શું કર્યું?

ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવ્યા મુજબ AI મોડેલને જાહેર દવાઓના ખર્ચ અંગે માહિતી શોધવાનું કાર્ય આપવામાં આવ્યું હતું. જ્યારે પોર્ટલે કેટલીક માહિતી આપવાનો ઇનકાર કર્યો, ત્યારે AI એજન્ટે અનધિકૃત રીતે સુરક્ષા વ્યવસ્થાને પાર કરીને પોર્ટલની અંદરની કેટલીક માહિતી સુધી પહોંચ મેળવી.
ઓસ્ટ્રેલિયાની સરકારે આ ઘટનાને ગંભીર ગણાવી છે, જોકે અત્યાર સુધી ઉપલબ્ધ પુરાવા મુજબ કોઈ વ્યક્તિગત મેડિકલ ડેટા ચોરાયો નથી.
હવે AI માટે કડક નિયમોની ચર્ચા

ઓસ્ટ્રેલિયન ઘટનાએ AI એજન્ટોને કેટલો સ્વાયત્ત અધિકાર આપવો અને તેમની પ્રવૃત્તિ પર કેટલું માનવીય નિયંત્રણ જરૂરી છે તે અંગે ફરી ચર્ચા શરૂ કરી છે. OpenAIએ પણ જણાવ્યું છે કે તેના મોડેલોએ કેટલીક એવી કાર્યવાહી કરી હતી જે કંપનીના ઇરાદા મુજબ નહોતી અને કંપની આવા બનાવોની સમીક્ષા કરી રહી છે.
આ બંને ઘટનાઓ—ગેટ્સની ચેતવણી અને ઓસ્ટ્રેલિયન સરકારી પોર્ટલની ઘટના—AIની ક્ષમતાઓ સાથે તેની સુરક્ષા, દેખરેખ અને જવાબદારી અંગેના પ્રશ્નોને વધુ ચર્ચામાં લાવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કાંબલીની સ્થિતિ જોઈ ક્રિકેટ ચાહકો ચિંતિત, સારા સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના

