- સુરક્ષા દળો માટે હાઈટેક હથિયારો ખરીદાશે
- શસ્ત્રોની ખરીદી માટે 36,400 કરોડનો સોદો
કેન્દ્ર સરકારે ત્રણેય પાંખોના સુરક્ષા દળોને હાઈટેક બનાવવાનું કામ ઉપાડ્યું છે જે અનુસાર સરકાર આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડ માટે મોટા મોટા હથિયારોની ખરીદીને મંજૂરી આપી રહી છે. સરકારે ગુરુવારે હથિયારનો આવો એક મોટો સોદો કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ભારતીય સેના માટે ઉન્નત આકાશ વેપન સિસ્ટમ અને 12 વેપન લોકેટિંગ રડાર, ડબલ્યુએલઆર સ્વાતિ (મેદાનો)ની ખરીદી માટેના કરાર કર્યા હતા, જેની કુલ કિંમત 9,100 કરોડ રૂપિયાથી વધુ છે.સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ને મોટું પ્રોત્સાહન આપતા, સરકારે ગુરુવારે 36,400 કરોડ રૂપિયાથી વધુના અનેક સોદા પર હસ્તાક્ષર કર્યા, જેનાથી સેના, નૌકાદળ અને ભારતીય વાયુસેનાને વધુ ફાયરપાવર મળશે.