HomeDharmaAmbaji Bhadarvi Poonam: અંબાજી મહામેળાનો આજે ભવ્ય સમાપન, ભાદરવી પૂનમે ભક્તોનો મહાસાગર

Ambaji Bhadarvi Poonam: અંબાજી મહામેળાનો આજે ભવ્ય સમાપન, ભાદરવી પૂનમે ભક્તોનો મહાસાગર

Ambaji Bhadarvi Poonam: શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ અંબાજી મહામેળા-2026નો આજે અંતિમ દિવસ છે. સાત દિવસીય આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચ્યા છે. ભાદરવી પૂનમના દિવસે વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

ભક્તોએ મા જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. અનેક ભક્તો માથે ગરબો લઈને અંબાજીના માર્ગો પર ભક્તિના રંગે ઝૂમતા જોવા મળ્યા હતા. ‘જય અંબે’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Ambaji Bhadarvi Poonam:

Ambaji Bhadarvi Poonam: 6 દિવસમાં 38.23 લાખ ભક્તોએ કર્યા દર્શન

Ambaji Bhadarvi Poonam:

ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે મહામેળાના પ્રથમ છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 38,23,469 પર પહોંચી છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા મહામેળા દરમિયાન 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. આજે અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા આ સંખ્યા અંદાજે 42થી 45 લાખ સુધી પહોંચવાની ધારણા છે.

Ambaji Bhadarvi Poonam: ભંડાર કાઉન્ટરની આવક રૂ. 1.83 કરોડને પાર

મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ. 29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક રૂ. 1,83,10,515 થઈ છે.

મેળા દરમિયાન પ્રસાદ વિતરણમાં પણ નોંધપાત્ર આંકડા સામે આવ્યા છે. છઠ્ઠા દિવસે ભક્તોને મોહનથાળ પ્રસાદના કુલ 2,63,657 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ દિવસમાં કુલ 28.90 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે.

Ambaji Bhadarvi Poonam: 3927 ભક્તો-સંઘોએ ચડાવી ધજા

Ambaji Bhadarvi Poonam:

અંબાજી મહામેળા દરમિયાન ધજા ચડાવવાની પરંપરા પણ યથાવત રહી છે. અત્યાર સુધીમાં કુલ 3927 ભક્તો અને સંઘોએ મા અંબાના મંદિરે ધજા ચડાવી છે.

આજે મહામેળાના સમાપન દિવસે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ધજારોહણ કરવામાં આવશે. મહામેળાના અંતિમ દિવસે પણ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ રહેવાની શક્યતા છે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : PM મોદીએ Gen-Z સાથે કર્યું ‘ભજન ક્લબિંગ’, દિલ્હીમાં ગુજરાતી-હિન્દી ભજનો પર ખંજરી વગાડી, આધ્યાત્મિકતા અને આધુનિકતાના સંગમમાં જોડાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments