India’s Right of Reply at UN: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના ભાષણ બાદ ભારતે કડક રાજદ્વારી જવાબ આપ્યો હતો. ભારત તરફથી UNમાં સ્થાયી મિશનની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે ‘Right of Reply’નો ઉપયોગ કરીને પાકિસ્તાનના દાવાઓનો જવાબ આપ્યો હતો. 26 સપ્ટેમ્બર 2025ની આ કાર્યવાહી બાદ પેટલ ગેહલોત ચર્ચામાં આવી હતી.
India’s Right of Reply at UN: ‘આતંકવાદ પાકિસ્તાનની વિદેશ નીતિના કેન્દ્રમાં’

પેટલ ગેહલોતે પોતાના નિવેદનમાં શહબાઝ શરીફના ભાષણને લઈને આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાને ફરી એકવાર એવા આતંકવાદને મહિમા આપ્યો છે, જે ભારતના જણાવ્યા મુજબ પાકિસ્તાનની વિદેશ નીતિનો મહત્વનો હિસ્સો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે માત્ર નાટક કે ખોટા દાવાઓથી તથ્યો છુપાવી શકાય નહીં. ગેહલોતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અંગેના વલણ અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલા દાવાઓનો ઉલ્લેખ કર્યો હતો.
India’s Right of Reply at UN: ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે પણ જવાબ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે 2025ના ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને પાકિસ્તાનની જીતનો દાવો કર્યો હતો. તેના જવાબમાં ગેહલોતે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા સૈન્ય નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે જો નાશ પામેલા રનવે અને બળી ગયેલા હેંગરોને જીત માનવામાં આવે તો પાકિસ્તાનને તે ઉજવવાનો અધિકાર છે. ગેહલોતે એમ પણ કહ્યું હતું કે 9 મે સુધી પાકિસ્તાન તરફથી વધુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી હતી, જ્યારે 10 મેના રોજ પાકિસ્તાની સેનાએ સીધી રીતે યુદ્ધવિરામની અપીલ કરી હતી.
India’s Right of Reply at UN:ત્રીજા પક્ષની મધ્યસ્થતા અંગે ભારતનું વલણ
ગેહલોતે ભારતના લાંબા સમયથી ચાલતા વલણને પણ પુનરાવર્તિત કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવાના છે. તેમણે ત્રીજા પક્ષની દખલગીરી માટે કોઈ સ્થાન ન હોવાની વાત કરી હતી.
કોણ છે પેટલ ગેહલોત?
પેટલ ગેહલોત ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. તેઓ જુલાઈ 2023માં ન્યૂયોર્ક સ્થિત ભારતના સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકે જોડાયા હતા. સપ્ટેમ્બર 2024માં તેમને UNમાં એડવાઇઝરની ભૂમિકા પણ સોંપાઈ હતી.
UNમાં પોસ્ટિંગ પહેલાં ગેહલોતે જૂન 2020થી જુલાઈ 2023 સુધી વિદેશ મંત્રાલયના Europe West Divisionમાં અંડર સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમની પેરિસ અને સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય મિશનો સાથે પણ જવાબદારીઓ રહી હતી.
શિક્ષણમાં પણ મજબૂત પૃષ્ઠભૂમિ
પેટલ ગેહલોતે મુંબઈની St. Xavier’s Collegeમાંથી પોલિટિકલ સાયન્સ, સોસિયોલોજી અને ફ્રેન્ચ લિટરેચરમાં બેચલર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ દિલ્હીની Lady Shri Ram Collegeમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું. બાદમાં અમેરિકાના Middlebury Institute of International Studiesમાંથી Language Interpretation and Translationમાં માસ્ટર્સ કર્યું.
ડિપ્લોમસી સાથે સંગીતનો પણ શોખ
પેટલ ગેહલોતની ઓળખ માત્ર રાજદ્વારી અધિકારી તરીકે જ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને સંગીત અને ગિટાર વગાડવાનો પણ શોખ છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના મ્યુઝિક પરફોર્મન્સ પણ શેર કરે છે.
UNની સત્તાવાર વેબસાઇટ પર પણ પેટલ ગેહલોતના નામે વિવિધ UNGA કમિટીઓ માટેના નિવેદનો ઉપલબ્ધ છે, જે તેમની UNમાં સત્તાવાર ભૂમિકાની પુષ્ટિ કરે છે.
આ પણ વાંચો :અંબાજી મહામેળાનો આજે ભવ્ય સમાપન, ભાદરવી પૂનમે ભક્તોનો મહાસાગર

